________________
૪૮૮ આનંદઘનજીનાં પદો.
[પદ છે. ઉક્ત ગ્રંથમાંથી એનું સ્વરૂપ સદગુરૂ પાસે વિચારવું. અને આ ગ્રંથમાં વિવેચન કર્યું છે તે લક્ષ્યમાં લેવું.
એ જ્ઞાનદષ્ટિ જ મારે તે દેખવાની વસ્તુ છે, પૂજવાની વસ્તુ છે, પાન કરવાની વસ્તુ છે, લય પામવાની વસ્તુ છે. એક વખત અનુ ભવટાષ્ઠિ જાગ્રત થાય એટલે આ ચેતન વિસાવદશામાંથી પાછા હઠી જાય છે. પછી એને સંગ્રહસ્થાન કે રાજમહેલે જોવા લાયક જણાતાં નથી, લક્ષમીને તે પૂજા કરવા લાયક ગણુતે નથી, સડા લેમન માં આદિ પદાર્થને પાન કરવા ચગ્ય ધારતું નથી અને મોહક પદાથોમાં લય લગાડવી ઉચિત સમજ નથી; તેમજ તેને માતપિતાપર પ્રેમ રહેતું નથી, સ્ત્રીપુત્રપર મહ રહેતો નથી, ભાઈ સાથે વાર્થ રહે. નથી, સગાંના સ્નેહની જરૂર રહેતી નથી, ચાવત્ પિતાના શરીરની પણ તેને દરકાર રહેતી નથી. એથી પણ વધારે સ્પષ્ટ રીતે કહીએ તે તેઓની વાતે સાભળવી તે તેના કાનને પસંદ પણ આવતી નથી. તેથી તે અનુભવને કહે છે કે હવે તે માટે દરરોજ તારૂં દર્શન થાય, તારૂ પૂજન થાય, તારું પાન થાય અને તારામાં લય પમાય એ જ મારી ઈચ્છા છે. આંતરરાષ્ટિજાગૃતિ થતાં ચેતનજીની આવી સુંદર દશા થાય છે, તેને પછી વ્યવહારનાં કાર્ય ઉપર, વ્યાવહારિક સંબંધ ઉપર અને સાંસા&િ વિષયો ઉપર વિરાગ આવી જાય છે અને તે તેમાથી બહાર નીકળી જવા વિચાર કરે છે, ભાવના કરે છે, નિર્ણય કરે છે. અહીં દર્શન ચક્ષને વિષય છે, તાન કર્ણને વિષય છે, પરશન સ્પશબિયને વિષય છે અને પાન રસેંદ્રિયનો વિષય છે. એ રીતે અર્થ વિચારતાં નાસિકાને વિષય સ્પષ્ટ થતું નથી, પગ શબ્દનો એ કાઈ અર્થ થતે હવે જઈએ પણ તે સ્પષ્ટ થતું નથી. કહેવાને ભાવ એ છે કે મારે હવે સર્વ ઈદ્રિયસુખની પથમિ તારામાં છે, મારે દેખવું, જેવું, ખાવું, સાંભળવું એ સર્વ તારામય છે, મને હવે એમાં જ આનંદ આવવાને છે, બીજી કોઈ વાત મને રૂચે તેમ નથી અને મારી ઈદ્રિયની પ્રવૃત્તિ અત્યાર સુધી જે પૈગલિક પદથોંમાં હતી તે દૂર કરીને હવે હું તેને સદુપયોગ કરવા ઉદ્યત થયે છું અને તેમ કરવા માટે તેઓની દિશા અત્યાર સુધી વિભાવ તરફ હતી તે ફેરવીને હવે સ્વભાવ તરફ વાળી લેવાને મેં નિર્ણય કર્યો છે.