________________
આનંદધનનાં પદો. નથી. મારે તે સર્વ દિવસ તેનું જ દર્શન, પૂજન, તાન અને પાકું અમૃતપાન છે.”
ભાવ-વળી ચેતનછ સવિશેષપણે કહે છે કે હું માયામમતા! તમારા પરિચયથી અત્યાર સુધી હું માબાપ સ્ત્રી પુત્ર સગા સંબંધીએમાં આસક્ત થઈ રહ્યો હતે, તેઓનાં દુઃખે દુખી થતું હતું, તેઓના હર્ષપ્રસંગોમાં ભાગ લઈ રાજી થતું હતું, પણ હવે અનુભવષ્ટિ જાગ્રત થઈ છે, અને તે સ્વાણિ છે અમે જણાયા પછી અન્યત્ર વિહાર કરવામાં મને મૂર્ખતા જઈ છે, અને તેથી જણાય છે કે અત્યાર સુધી જેમની સાથે સંબધ કર્યો તે માબાપ ભાઈ સગાં તથા નાતીલાઓ મારાં પોતાનાં નથી, માટે તેઓ સાથે સબંધ ચિરસ્થાયી નથી, નિત્ય તે છેજ નહિ અને હવાને સંભવ પણ નથી અને તેથી મારાં ખરેખરાં માબાપ વિગેરે અનુભવ જ છે. મા એટલે દુખમાંથી રક્ષણ કરે તે માતા. એ અર્થે વિચારીએ તે વાસ્તવિક દુખથી બચાવનાર માતા તે જ્ઞાનબ્રિજ છે, કારણ કે ખરું દુખસુખ શું છે તેનું ભાન પણ તે જ કરાવે છે. આવી રીતે સર્વ શબ્દો માટે સમજવું. આથી વ્યાવહારિક ભાઈ બહેન, માતપિતા, સગાં સંબધીઓ વિગેરે સંબધી વાત પણ મને સારી લાગતી નથી, ગમતી નથી, પસંદ આવતી નથી. તેઓની વાતમાં મને સ્વાર્થના છે વધતે અશ. સ્પષ્ટ દેખાઈ આવે છે અને તે બતાવનાર જ્ઞાનચક્ષુ છે. સ્થળ ચક્ષુથી. જે હું સમજે નહોતે, જે હકીકત મારી કલ્પનામાં પણ આવી નહતી, જે હકીક્ત મેં સ્વમમાં પણ દીઠી નહતી, તે વિવેકપૂર્વક પ્રાપ્ત થયેલ જ્ઞાનચક્ષુથી જણાઈ આવી છે અને તેનાથી મને હવે સાંસારિક સંબંધની અસ્થિરતા અને વસ્તુગત વાસ્તવ સ્થિતિને બેધ. થયે છે. આને લઈને ઉપર જણાવ્યું તેમ મને વ્યવહારૂ માતાપિતા વિગેરેના સંબંધમાં અને તેમણે કરેલી વાતમાં કાંઈ ઉજવળતા દેખાતી નથી, કાંઈ ઈષ્ટતા જણાતી નથી, કાંઇ વિશેષતા મળી આવતી નથી અથવા તે વાત ચાખી અથવા નિર્મળ હોય એમ પણ મને જણાતું નથી. વસ્તુસ્થિતિ સમજ્યા વગર ઉપર ઉપરથી જે વાત થાય, વરતુગત ધર્મોની અવાંતર સ્થિતિના હાર્દમાં ઉતર્યા વગર તેઓનું રવરૂપ વિચારવામાં કે ચિતરવામાં આવે અને તેમને વાસ્તવિક