________________
પિસ્તાળીસમું.] ઘાટઉતારણે નાવયાચના.
૪૮૫ થાય તે બહુ લાભ થવા સાથે ચેતનજીને થોડા વખતમાં માર્ગ પર લાવી મૂકનાર થાય છે. સુમુક્ષુ જીવે આ દૃષ્ટિથી વિચાર કરવાની-આત્મનિરીક્ષણ કરવાની બહુ જરૂરી છે. ઘણુ ખરી બાબતમાં આ જીવ વિચાર કરતા જ નથી અને કરે છે તો તેની ચોગ્ય તુલના કર્તા નથી, ઉપર ઉપરના વિચારનું ચગ્ય ફળ બેસતું નથી. શુદ્ધ સ્થિતિના ખપી જીવે તેથી રોગ્ય માર્ગદર્શક આશ્રય તળે વાસ્તવિક માર્ગને સૂચવનાર, આત્મદષ્ટિ જાગ્રત કરનાર અને સ્વવિષયને અવલંબી રહેનાર શુભ આત્મવિચારણુ કરવી અને તે વખતે સ્વને ઓળખવા માટે પરભાવનું સ્વરૂપ પણ તેટલા પૂરતું વિચારવું અને વિચારી ચગ્ય નિર્ણય કરે. ચેતનજી હજુ આ પ્રસંગે વિચાર કરી કેવા કેવા ઉદ્દગાર કાઢે છે તે આગળની ગાથામાં જોવામાં આવશે. એને હેતુ ચેતનજીને વતુરવરૂપને શુદ્ધ અવધ કરાવવાનું છે. એ આશય બરાબર સમજવાથી આ અંટપટા પદને નિષ્કર્ષ બહુ સારી રીતે નીકળી આવે છે. આવી વિચારણ કરવાથી ઘણુ વખત જે હકીક્તને ખુલાસો શ્રવણુ વાંચનથી થતા નથી તે સહજમાં થઈ જાય છે અને તે વખતે મનમાં શાંતિ વ્યાપી જાય છે. જ્ઞાનદષ્ટિ સિવાયની વસ્તુ અથવા સબંધસ્થિતિ દગ દેનારી છે એ હકીક્ત પણ ચેતનજીને વિચારણને અંગે જ કુરે છે.
भ्रात न मात न तात न गात न,* जात न वात न लागत गोरी; मेरे सब दिन दरसन फरसन,
तान सुधारसपान पगोरी. ठगोरी०२ “(તે દષ્ટિ સિવાય મારે કઈ) ભાઈ નથી, મા નથી, બાપ નથી, સગા નથી, નાતીલા નથી અને તેઓની વાત મને સારી લાગતી
* છાપેલી બુકમા પ્રથમની બે પંક્તિ આ પ્રમાણે છે “બ્રાત ના તાત ન માત ના નાત ન, ગાત ન વાત ન લાગત ગોરી એમાં શાની જ ફરે છે, અર્થમાં ફેરફાર જણાતો નથી. જાત એટલે કે અર્થ પણ થઇ શકે છે.
૨ ભ્રાતભાઈ માત=માતા, મા. તાતત્રપિતા ગાત=સગેત્રીય, સગા અથવા શરીર જાતસણાતીય, એક જ્ઞાતિવાળા લાગત=લાગે છે. ગરી-સુહાવણું, સારી,ચાખી, ઉજળી. મે મારે. કરસન =રીન ફરસનપર્શન, વેદના પૂજા. તાન લય સુધારસપાનઅમૃતપાન પગે પાકુ ખરેખર