________________
પીસ્તાળીસમુ.] ઘાટઉતારણ નાવયાચના.
૪૮૩ એ હકીકત જાણ્યા પછી અને વળી પિતાને શુદ્ધચેતના જેવી સુંદર નવયૌવના પતિવ્રતા સ્ત્રી છે એ વાતથી વાકેફગાર થયા પછી તે માયામમતાનું સ્વરૂપ સમજે છે, વિચારે છે અને પછી તે કહે છે કે હે ઠગારી માયામમતા! અત્યાર સુધી હું તમારા તરફ લલચાઈ ગયો હતે, તમને મારી સ્ત્રીઓ સમજતું હતું અને તમારામાં આસક્ત હતો પણ હવે મને માલુમ પડે છે કે એ બાબતમાં હું ઠગા હતે, ફસાયે હતું, છેતરાઈ ગયે હતે; તેવી મને છેતરનારી હે લુચ્ચી સ્ત્રીઓ! તમે હવે મારાથી દૂર જાઓ, મારે છેડા છોડે, મારાથી આવી ચાલી જાએ; અને હે વહાલી શુદ્ધચેતના! તું હવે જાગ્રત થા અને મારી સાથે લાગ. અત્યાર સુધી મેં તને ઉઘાડી રાખી છે, તારી હકીકત સાભળી નથી, તને ઉવેખી મૂકી છે, તે ઠીક થયું નથી, પણ હવે તું જાગ્રત થા અને મને ભેટ, મારી પાસે આવી અને મારી હૃદયવલ્લભા થા. અહા! આ આત્મા (હુ પિતે) અત્યાર સુધી માયામમતાની બુદ્ધિએ ચાલ્યો છે. જ્યારે કોઈ વસ્તુસબંધ કે સ્થિતિની તુલના કરવી હોય ત્યારે તેને મમતાની દૃષ્ટિથી જ જોઈ છે, તેની ગણના વ્યાવહારિક સ્થળ સુખ, સગવડ અને અજ્ઞાનને એને જ કરી છે અને તેથી આત્મા વારંવાર બેટી ગણતરી કરીને છેતરા છે, તેની ગણતરી ઊંધી વળી ગઈ છે, બેટી પડી છે, ખોટે રસ્તે દેરનારી જણાઈ આવી છે. તેણે જે વસ્તુને પિતાની માની હતી તે પારકી જણાઈ છે, પિતાના સંબંધીઓને ચાલ્યા જતા જોયા છે, પિતાનું દ્રવ્ય ઘસડાઈ જતું જોયું છે, પિતાનાં સગાંએને માની લીધેલા વૈરી તરીકે કાર્ય કરતાં જોયાં છે. આ સર્વ ભૂલ ભરેલી ઉલટી ગણતરીનું કારણ એ હતું કે તે સર્વની કિમત માયામમતાના અજ્ઞાનમૂલક ધારણુપર કરી હતી અને જ્યાં ગણતરી કરવાનું ધારણ (Basis) જ ખોટું હોય ત્યાં પછી તેના સરવાળા બાદબાકી ખાટાં જ આવે એમાં નવાઈ જેવું નથી. જેને વસ્તુતઃ સુખ માની સરવાળામાં ગયું હતું તે તે દુઃખરૂપ હોવાથી બાદ કરવું જોઈતું હતું, તેવી જ રીતે ગુણકાર અને ભાગાકાર પણ ઉલટા જ થતા હતા. આવી રીતે માયામમતાપર સુખદુખની ગણના કરીને ચેતનજી (હું પિતે) અત્યાર સુધી છેતરાયેલ છે, પરંતુ હવે મને પણ માલુમ પડે છે કે અનુભવષ્ટિ એ જ મારી દ્રષ્ટિ છે. વસ્તુ