________________
પસ્તાળીશમુ.] ઘાટ ઉતારણના યાચના.
૪૮૧ આ આખા પદને આશય ચેતનજીને તેનું શુદ્ધ સ્વરૂપ બતાવી તે પ્રગટ કરવા માટે આગ્રહ કરવાને છે. એમ કરવા જતાં શતનાએ એક વાત બહુ સુંદર કરી છે અને તે એ છે કે ચેતનની વાત સર્વ શાસ્ત્રોએ કરી છે અને ચેતનછ સર્વત્ર પ્રસિદ્ધ છે. આવા સુખસિદ્ધ ચેતનજી પિતાનું પ્રસિદ્ધ સ્વરૂપે પ્રગટ કરવા લલચાય તે માટે તેને બહુ સુંદર શબ્દમાં બોલાવ્યા છે અને તે વાત ખાસ લક્ષ્યમાં રાખવા ચોગ્ય છે. બીજી વાત ચેતનજી પાસે જ તેને સેવન કરવાની રીતિ કહી બતાવવા સૂચવ્યું છે. એને ગતિ આશય વ્યક્તિભેદે શુદ્ધ દશા પ્રગટ કરવાના માર્ગોનું વિવિધપણું બતાવવાનું છે. ક્રિયાથી,
ગથી, જ્ઞાનથી અને તેના જુદા જુદા વિભેદથી સેવનની રીતિ પ્રાપ્ત થાય છે. અમુક વ્યક્તિને કઈ રીતિ અનુકૂળ છે તે તેણે રેગ્ય અંકુશ નીચે રહીને શોધી કાઢવાનું છે. આ ઉપરાંત ચેતનજીને પ્રસન્ન રાખવાને જે ભાવ છેલ્લી ગાથામાં બતાવ્યું છે તે પણ બહુ જ વિચારવા યોગ્ય છે. આવી રીતે બેતાલીશમા પદમાં બે અક્ષર મરણ કરવાની જે વાત કહી છે તે ચેતન અને ચેતનાના અરસ્પરસ ઉગારથી સ્પષ્ટ કરવાનું સૂચવન ત્યાર પછીનાં બે પદમાં કર્યું છે. આ છેલ્લાં ત્રણે પદને આશય બરાબર વિચાર,
પદ પીસ્તાળીસમું–રાગ ટેડી, ठगोरी भगोरी लगोरी जगोरी. ममता माया आतम ले मति,
"अनुभव मेरी और दगोरी. ठगोरी० १ “ઠગારીઓ! ભાગી જાઓઃ (ચેતનાને કહે છે) તમે મને વળગે, જાગ્રત થાઓ. મમતામાયા રૂપ મતિ લઈને આત્મા (હું) તમને વળગ્યો છું, જ્ઞાનદષ્ટિ મારી છે અને તે સિવાય અન્ય દળે છે–પર છે.”
• અનુભવ મેરી ઓર દગૌરી’ એ પ્રમાણે પાઠાંતર બે પ્રતમા છે. અર્થમા ફેર પડતો નથી
૧. ઠગારી ઠગારીઓ, કગણએ ભગરી ભાગી જાઓ. લોરી વાગી જાઓ, વળને જરી જાગ્રત થાઓ લે મતિ=મતિ લઈને. મેરી મારી. સિવાય, અન્ય. દોરી-ગે છે, પર છે.
૩૧