________________
પીરતાળીશ.]. ઘાટ ઉતારણ નાવયાચના.
૪૯૧ કર બહુ મુશ્કેલ જણાય છે. ઘટ એટલે રસ્તેઘાટ. અવઘટ એટલે વિષમ માર્ગ, મુશ્કેલ રહે. અનાદિ કાળથી ચેતનજી એવા માગે ચઢી ગયા છે કે એને સીધે રસ્તે સુજતું નથી. એ માયામમતાના ટિલ માગમાં પડી સંસારમાં રખડ્યા કરે છે અને તેથી તેને અનુભવના માગ અટપટા લાગે છે. મેહથી એની પ્રવૃત્તિ એવી વિપરીત થઈ ગઈ છે, એની દણિ એટલી ચપળ થઈ ગઈ છે કે એ વિશુદ્ધ માર્ગને અટપટા માર્ગ સમજે છે અને સરળ માર્ગને અવઘટ સમજે છે. ચેતનજી પિતાની મહાવૃત રિથતિમાં આનદઘન પ્રભુનાં દર્શનને પણ કેવી રીતે પ્રાપ્ત કરવાં તે સમજી શક્તા નથી. હવે ચેતનજી સમજવા લાગ્યા છે કે પિતે અત્યાર સુધી સંગ કરવાની બાબતમાં છેતરાયે હતે. તે ઉપરાંત હવે તે વિશેષ સમજ છે કે આ સંસારસમુકને ઘાટ ઉતારવા માટે તેને વહાણની જરૂર છે. એવા વહાણની ગરજ સારે અથવા તદ્રુપ જે આત્મિક વહાણહાય તેતે અનુભવ છે. તેથી આનંદઘન પ્રભુનાં દર્શન કરવા માટે અને સંસારસમુદ્રને ઘાટ ઉતરી પેલે પાર રહેલ મોક્ષસ્થાન પ્રાપ્ત કરવા માટે તે અનુભવનોકાની માગણી કરે છે. તે પ્રભુને વિજ્ઞપ્તિ કરે છે કે હું મારા નાથ! હું અત્યાર સુધી બહુ ઠગા છું, બહુ છેતરાયો છું, બહુ ફસાયે છું મને હવે મારા સગાંસંબંધીના સ્નેહમાં વાસ્તવિકતા નથી એમ જણાયું છે અને તે બધાં કારણથી હવે મારું સંસાર ઉપરથી મન ઉદ્વિગ્ન થયું છે, પરંતુ આપનાં દર્શન કરવાના માર્ગને મને પરિચય ન હોવાથી એ માર્ગ મને બહુ વિષમ લાગે છે તેથી આપનું દર્શન થાય અને આ સમુદ્રને પાર પમાય એવું અનુભવ જહાજ મને ગમે તેમ કરી મેળવી આપ. મારી દુઃખી સ્થિતિ સામે નજર કરી, મારા પૂર્વ કાળના દેવેની ક્ષમા કરી, મારા ઉપર કૃપા કરે, મારે હાથ ઝાલે અને મને એવું વહાણ આપોકે, તેમાં બેસી મારું માધ્યસ્થાન પ્રાપ્ત કરું, આપનાં દર્શન કરું અને આપ જે થઈ જાઉં. - હવે ટબામાં જે અર્થ લખે છે તે વિચારીએ. એને કેટલોક ભાવ વિચારવા લાયક છે, પરંતુ અર્થ તાણું ખેંચીને આ હેય એમ કઈ કઈ થાનપર લાગે છે. *પ્રથમ ગાથાને અર્થ કરતાં T + અહીં અર્થ નીચે પ્રમાણે છે બેરી=જગતમાં માયામમતા ચેતનની મતિ લઈને અનુભવ અને મારી સાથે દગે કરે છે આ શબ્દાર્થ છે.