________________
૪૭૭
ચુમાળીભમ્.] ચેતનાના પ્રતીતિજનક પ્રતિઉદ્દગાર.
મારે તે તું પ્રસન્ન રહે એટલું જઈએ છીએ, બીજાનાં લાખે વચને હું સહન કરીશ. વહાલા આનંદઘન નાથ! જલદી મળે, નહિ, તે પછી હું ગંગાના પ્રવાહમાં તણાઈ જઈશ.”
ભાવ–શુદ્ધ પતિવ્રતા સ્ત્રીની ભાવના ગમે તે ચગ્ય પ્રકારે પતિને પ્રસન્ન કરવાની હોય છે, તેને પછી લાકે વરઘેલી કહે કે તેની અન્ય પ્રકારે મશ્કરી કરે તેની તે દરકાર કરતી નથી, તેની સખીઓ તેને હસે તેને તે ગણકારતી નથી, બીજા માણસે તેની ગમે તેવા શબ્દોમાં વાત કરે તે વાતની તેના મનમાં ચેટ રહેતી નથી, તેનુ સાધ્ય તે હરકોઈ પ્રકારે પતિને પ્રસન્ન કરવાનું હોય છે. બીજા કોઈ તેને લાખ બેલે સંભળાવે તેની તેને દરદાર હતી નથી અને તે સર્વને સહન કરી જાય છે. વેદપુરાણઆગમપ્રસિદ્ધ પતિને મેળવીને શુદ્ધચેતનાની પણ એવી જ દશા. થાય છે. તે સ્પષ્ટ રીતે પતિ સાંભળે તેમ કહે છે કે બીજા સર્વ ગ્ર તમારા સંબંધમાં ગમે તે પ્રકારે વાત કરે, માયામમતા તમારી વિરૂદ્ધ ગમે તેટલું બેલે અને માયામમતાના સંબધી ગોત્રજને તમારા સંબંધમાં ગમે તેવા શબ્દમાં મશ્કરી કરે તેની મારે દરકાર નથી. મારે તે એક જ વાત છે કે ગમે તે પ્રકારે તમને પ્રસન્ન કરવા અને તમે સર્વદા મારા ઉપર પ્રસન્ન રહે તેવા ઉપાયે જવા. વ્યવહારમાં પતિપ્રાણ સતી પતિને રાજી રાખવા અનેક પ્રયત્ન કરે છે અને પતિપ્રેમમાં આસક્ત હેઈને લોકોની વાતની દરકાર કરતી નથી, તેમ હું પણ તમારા સિવાય અન્ય માટે વિચાર કરતી નથી, તમને પ્રસન્ન રાખવા નિરંતર વિચાર કર્યા કરું છું અને તે સંબધમાં લેકે મારે માટે વાત કરે તેની હું દરકાર કરતી નથી.
સુમતિવત ચેતનની આવી દશા હોય છે. તેને પિતાની શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરવામાં એટલી તલ્લીનતા હોય છે કે તેને લેકના ઉપરટીઆ વ્યવહારની જરા પણ વિચાર રહેતી નથી. કહેવાની મતલબ એમ નથી કે વ્યવહાર વિરૂદ્ધ તે કોઈ પણ કાર્ય કરે છે, પરંતુ વાત એમ છે કે સામાન્ય રીતે કઈ પણ કાર્ય કરતી વખતે
૩ મૈત્રમારે રાજી પ્રસન્ન. ચહીએ જોઈએ ઔરકે બીજાના. બેલ વચન સહરી=સહન કરીશ વેર્ગે=જલદી ખ્યાવિહાલા ગંગતરગગંગાના પ્રવાહમાં વરી તણાઈ જઈશ