________________
૪૭૮
આનદધનજીનાં પદો
[પદ લોકે તે સંબંધમાં શું બોલશે, પોતાની કીર્તિને તેથી કેટલી અસર થશે, પિતાની સ્થિતિને તેથી ચગ્યાચાગ્ય શું જણાશે-એ સંબધી વિચારણું પ્રાકૃત મનુષ્યને વિશેષ હોય છે. તેના કાર્યની રેખા અકિત કરનાર છૂળ વ્યવહારનુ સાધ્ય બિંદુ હોય છે. જ્યારે શુદ્ધ ચેતનના કાર્યને મુકરર કરનાર સાધ્ય ચેતનનું શુદ્ધ રવરૂપ પ્રાપ્ત કરવાનું, પ્રગટ કરવાનું, વિકવર કરવાનું રહે છે. એને અંગે કોઈ વખત વ્યવહારના માણસે તેના વર્તનને કે આચરણને પ્રાકૃત દષ્ટિબિંદુથી સ્વીકારી ના શકે, સમજી ન શકે, તાળી ન શકે એવું બની આવે છે અને તેને પ્રસગે કઈ કઈ વાર તેની અગ્ય રીતે હાંસી કરવાને પણ તેઓ ચૂકતા નથી. આ પ્રમાણે હકીકત હોવા છતાં શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળો સાધ્ય છવાન ચેતન પિતાનું વર્તન લોકરૂચિ અનુસાર કરતું નથી પણ સાધ્યપ્રાપ્તિમાં પિતે કેટલો આગળ વધી શકે છે એ દષ્ટિ રાખીને જ પોતાની કર્તવ્યરેખા અંકિત કરે છે. કોઈ કઈ વખત તે વ્યવહારૂ માણસે તેને બહુ હસે છે, ઉડાવે છે, બનાવે છે, પણ તે અંતઃકરણપૂર્વક સમજે છે કે મારી વાત કરનારા અને મને બનાવનારા બિચારા હજુ તદ્દન સ્થળ ભૂમિકા ઉપર છે અને શુદ્ધ બોધથી કમનશીબ રહેલા હોવાથી જ્ઞાનચક્ષુથી વિકળ છે, વરસ્તુત. અંધ છે. આવા કારણથી જ શ્રીમદ્યશવિજયજી મહારાજે સમાધિશતકમાં લખ્યું છે કે –
જગ જાણે ઉન્મત્ત ઓ, ઔ જાણે જગ અંધ
જ્ઞાનીકે જગમેં રહે, શું નહિ કે સંબંધ. જગતના લેકે સાધ્ય ટણિયુક્ત જ્ઞાનીના વર્તનને ગાંડા માણસના વર્તન જેવું ગણે છે. તેને ત્યાગ કરતે જોઈને, ધ્યાન કરતે જોઈને, મનને નિરાધ કરતે જઈને તેઓ મનમાં હસે છે, તેના ફાટાંતુટી કપડાં જઈને તેની મશ્કરી કરે છે, તેને વ્યવહારમાં નકામાં કાયોમાં ભાગ ન લેતે જોઈને તેને મૂઢ કહે છે અને તેના દરેક કાર્યની વાસ્તવિક કિમત સમજવાની પોતાની અશક્તિને લીધે અને પિતાની જેવા બીજા ઘણા માણસે તે અભિપ્રાયમાં પિતાને મળતા થતા જઈને પિતાનું ડહાપણ સુમતિવત જીવને ઉન્મત્ત ઠરાવવામાં વાપરે છે. એ પ્રસગે સામાન્ય જનસમુદાયના ચાલુ પ્રવાહથી ઊંચે આવેલા રણાની