________________
આનંદઘનજીનાં પદો. ઉપર
[પદ એમ કરવું એ મારા અવિનાશીપણુને સર્વથા ચોગ્ય છે, કારણ કે ગમે તેમ પણું શરીર તે કફ મળ મૂત્રથી ભરપૂર છે અને તેને અને મારે સંબધ અચોગ્ય હોવા ઉપરાંત હું અવિનાશી છતાં મારા મરણ થાય છે એમ પ્રચલિત ભાષામાં બોલાય છે.
જ્યારે હું મારી પોતાની ગતિ પકડી લઈશ ત્યારે પેલા રાગદ્વેષ અને તેને લઈને થયેલાં અને થતાં મારાં મરણું બંધ પડશે, નાસી જશે, તે નાશવંત વસ્તુ હોવાથી દૂર થશે, કારણ કે જડને માર્ગ મૂકી ચેતનને માર્ગ અમે પકડશું ત્યારે કર્મબંધનું કારણ નાશ પામશે. અમે પોતે શુદ્ધ ચેતનછ) તે નિશ્ચય નિવાસી–શુદ્ધ આત્મગુણમાં રમણ કરનાર છીએ–એક્ષસ્થાનમાં વાસ કરનાર છીએ તેથી ત્યાં જઈ ચોખા થઇને સર્વ જગતનું અવલોકન કરશું અથવા નિખાલસ, કર્મમળથી રહિત-નિર્મળ થઈને રહેશું, રાગદ્વેષ નાસી ગયા એટલે આ જીવ નવીન કર્મબંધ કરતા અટકી જાય છે અને તેથી ધીમે ધીમે તેની સર્વ કર્મથી મુક્તિ થતાં તે ચે થઈ જાય છે, કર્મમળ તેને દૂર થાય છે અને તેથી તે શુદ્ધ સ્થાનમાં વાસ કરે છે, અને ત્યાં નિસંતે બેસે છે. બીજો અર્થ એ છે કે તેવા ચોખા થઈને પછી સર્વ વસ્તુઓનું તેઓમાં રહેલા સ્વભાવ રિસ્થતિ સ્વરૂપે અવલોકન કરશું. પછી અમને વિષયનું વિરસપણું, સાંસારિક જીવનું અજ્ઞાપણું, પાદ્ર ગલિક પદાર્થોનું અસ્થિરપ, શુદ્ધ ચેતનજીનું ગુણરમણુપણું અને એવી અનેક બાબતમા વસ્તુસ્વભાવગત યથાસ્થિત ધમનું અવલોકન કરવાને પ્રસંગ બની આવશે. ત્યાં બેઠા બેઠા અનંત જ્ઞાનથી દુનિયાનું સ્વરૂપ, જીવસ્વભાવની વિચિત્રતા બરાબર લક્ષ્યમાં આવશે. આવી રીતે અવલોકન કરવાની રિથતિ માક્ષમાં પ્રાપ્ત થાય છે એટલું જ નહિ પણ જ્યારે ચેતનજી પોતાની ગતિ પકડી લે છે અને મોક્ષમાર્ગ તરફ પ્રબળપણે પ્રગતિ કરે છે ત્યારે પણું વધારે વધારે શુદ્ધ આકરમાં પ્રાપ્ત થતી જાય છે અને તેના પરિણામે ચેતનજીને જે નિશ્ચય ધારણામાં થતા જાય છે તેને વ્યવહારૂ આકારમાં મૂકવાથી તેને સ્થિરવાસ થતું જાય છે અને છેવટે તે અચળ સ્થિરતા પ્રાપ્ત કરે છે, એટલા માટે અમરત્વ પ્રગટ કરવાની ઈચ્છા હોય તેણે પિતાની સ્વાભાવિક ગતિ પકડવી જોઈએ.