________________
તેનાળીશ.] ચેતનના આત્મશક્તિસુચક ઉગાર. ૪૫૭, મારા ઘરની સ્ત્રી છે અને છેવટે મારે અને તારે જ સંબંધ બરાબર જામશે. તારા વિલાપ સાંભળીને, તારા વિરહાલાપનું વર્ણન અનુભવને મુખે સાંભળીને અને તારી સ્થિતિનું પ્રત્યક્ષ સ્વરૂપ નજરે જઈને મારે તને કહેવું પડે છે કે તું શા માટે કરે છે? તું શા માટે બીહે છે? આ માયામમતા આદિ તારા સમોવડીયા છે તે તારી સાથે દેહ દિવસ લશે, શેડો વખત તારી સાથે ચડભડ કરશે, મને ખેંચી
ખેંચીને સંસારમાં લઈ જવા પ્રયત્ન કરશે, મને અનેક પ્રકારની લાલચ • આપશે, સ્થૂળ સુખે બતાવશે, સંસારમાં મમત્વ કરાવશે અને ભવાટવીમાં રખડાવો; એ પ્રમાણે કરીને તારી પાસે મને નહિ આવવા દેવા માટે બનતા સર્વ પ્રથાન કરશે પણ તે પ્રયત્ન હવે વધારે વખત ચાલવાના નથી; દેહ દિવસરે વખત સુધી તે પ્રયતન ચાલશે, એક બે દિવસ મારી સાથે તકરાર કરશે, મને મુંઝવશે, તારા મહેલે આવવાના માર્ગ પર આડા બેસી મને લલચાવશે પણ તું ખાતરી રાખજે કે અંતે તે તું જ મારી છે અને હું સર્વથા તેને ત્યાગ કરી તારે મહેલે હમેશને માટે આવવાને છું.
ભવ્ય જીવની જ્યારે આત્મપરિણતિ જાગે છે ત્યારે તેના મોઢામાં આવાં જ વાક્ય હોય છે. ભવ્યત્વની છાપથી કાંઈ સુમતિને નહિ ડરવાનું કહી શકાય નહિ, કારણ કે અભવ્યને કેટે વળગેલા અનંત જીવે એ જ સ્થિતિમાં માયામમતા સાથે રખડ્યા કરવાના છે, પરંતુ જ્યારે ચેતના પ્રગતિ કરવા લાગે, મિથ્યાત્વને ત્યાગ કરે, સમકિત મેળવે અને પિતાની ગતિ પકડી લે ત્યારે તે સુમતિને કહી શકે કે એ માયામમતા હજુ મારે કેડે મૂકતી નથી પણ તેઓ મારી સાથે એક બે દિવસ બેટી લડી મને હેરાન કરશે, બાકી એ વાતથી તારે જરા પણ ડરવાનું નથી. ત્રેવીશમાં પદમા જણાવ્યું છે તે પ્રમાણે દેહ દિવસ એ ટુંક વખત બનાવનાર સંજ્ઞાસૂચક શબ્દ છે. આપણે વ્યવહારમાં કહીએ છીએ કે બે-ચાર દિવસમાં અમુક કામ કરી નાખીશ, એટલે ટૂંકા વખતમાં કાર્ય થઈ જશે એ જ ભાવ દેહ દિન શબ્દથી મારવાડી ભાષામાં નીકળે છે. ટખાકાર એના અર્થને અંગે એક નવીન શેલી વાપરી તે શબ્દ સમજાવે છે તે આપણે આગળ જોશું. ભવ્ય
• બુઓ પણ ૨૦૯.