________________
૪૭૪ આનંદઘનજીના પદ
[૫દ શાસ્ત્રકારોએ ચેતનજીની પ્રતિષ્ઠા અને મહત્વ વધાર્યો છે અને તેટલે દરવાજે તેમાંથી સાર ગ્રહણ કરવા યોગ્ય છે. ઘણા ખરા ધર્મપ્રવર્તકેની એવી ઈરછા હોય છે કે પોતે અને પિતાને અનુયાયી વર્ગ પરમાત્માસ્વરૂપની વિવિધ પ્રકારે સેવા કરી તે પ્રાપ્ત કરવાના માર્ગપર આવી જાય અને તેમ કરી અક્ષય અવ્યાબાધ અનંત સુખમય સ્વરૂપ પ્રાપ્ત કરવાની ચગ્યતા મેળવે. આવા સર્વત્ર પ્રસિદ્ધ અને આરાધ્ય પતિને મેળવવા માટે શુદ્ધચેતના ખરેખર મગરૂબ થાય તેમાં નવાઈ નથી..
હે મારા નાથ! તમે આવા સુપ્રસિદ્ધ છેતે હવે આપ આપની વાણી ફેરવીને સેવન કરવાની વિધિ શીખવે કે જેથી હું હમેશાં તમારા રસરગમાં રહું, તમારું સ્વરૂપ જૂદા જૂદા શાસ્ત્રકારોએ જુદી
જૂદી દષ્ટિથી બતાવ્યું છે પણ હવે એ સર્વ બાજુપર મૂકીને તમે પિતે જ તમને આરાધવાની રીત વાણીથી પ્રસિદ્ધ કરે અને મને શીખવે, સમજાવે, જણાવે. આપ જેવા મોટા માણસે જેની વાત વેદ પુરાણુદિ સર્વ પ્રથામાં કરી છે તે તે ઠીક, પણ હવે તે આપ પોતે જ સેવનની રીત મને સમજાવે. શું કરવાથી પરમાત્મા પ્રસન્ન થાય, શું કરવાથી આત્મા પરમાત્માપણું પામે અને કેવી રીતે મારા નાથ (તમે) પ્રસન્ન રહા એ આપ પોતે જ મને સમજાવે. એ શીખીને પછી હું આપના જ રસરગમાં રહેવા ધારણા રાખું છું અને ગમે તેમ કરી આપને પ્રસન્ન કરવા મારી દઢ ઈચ્છા છે. મારે તે તમે રાજી થાઓ એમ ગમે તે પ્રકારે કરવું છે. મારે બીજા કેતુ કામ નથી અને મે જ્યારે આવા વેદપુરાણુકુરાન આગમ પ્રસિદ્ધ પતિ મેળવ્યા છે ત્યારે મારે બીજાની ઈચ્છા કેમ રહે? બીજા તરફ મારો દષ્ટિપાત પણ કેમ થાય? બીજા તરફ સહજ વલણ પણ કેમ રહે?
મતપક્ષ મૂકી દઈ શુદ્ધ સ્વરૂપ સમજવાની ઈચ્છાવાળા તવરસિક સુમુક્ષુને જ્યારે સમ્યક જ્ઞાન થાય છે ત્યારે તે સર્વત્ર એક્તા અનુભવે છે, ગમે તે ધર્મશાસ્ત્ર વાંચે તે પણ તેમા સત્યને અંશ કેવી રીતે આવી રહેલ છે તે તેના ગ્રાહામા આવી જાય છે અને તે વિરાધના અંતરમાં રહેલી એકતા જોઈ શકે છે, તે સર્વત્ર પરમાત્માને આરાધી તસ્વરૂપ પ્રાપ્ત કરવાના માર્ગ પ્રત્યક્ષ દેખી શકે છે અને એ ભાવ