________________
ચુંમાળીશમુ. ચેતનાના પ્રતીતિજનક પ્રતિઉદ્દગાર.
૭૩ સ્ત ગ્રંથ, બુદ્ધધર્મના ગ્રંથે, તર્ક ગ્રંથ કે અન્ય કઈ પણ ધર્મનાં પુસ્તકો જુઓ તે ત્યાં તારા સિવાય બીજું કાંઈ હું જેતી નથી. કોઈ તને ક્ષણિક માને છે, કેઈ તને દેહપ્રમાણુ સમજે છે કેઈ તને પરમાત્માને અંશ સમજે છે, કોઈ તને પ્રકૃતિપ્રભાવથી પુરૂષાકારનું માયાવલિસ સ્વરૂપ ધારે છે, કેઈ તને અનિત્ય માને છે, કેઈ અવિનાશી માને છે, કોઈ કર્માવલિસ પણ વસ્તુત શુદ્ધ ચિદાનંદસ્વરૂપ સમજે છે, એમ અનેક પ્રકારે તારા સંબધી વાત કરે છે, તારું સ્વરૂપ સમજવા યત્ન કરે છે, તારે માટે વિચાર કરે છે, પણ હું ગમે તે ધર્મનાં પુસ્તક વાંચું છું, વિચારું છું કે જેઉ છું તે ત્યાં એક અથવા બીજા રૂપે તારી જ વાત જોઉં છું. હું ગમે તે જોઉં છું, તે તારી ને તારી વાત તેમાં છે એમ મારા મન પર અસર થાય છે અને તેથી મારા હાયપર તારા સિવાય અન્ય કોઈની વાત કદિ આવતી જ નથી, અન્યને વિચાર પણ થતા નથી અને અન્ય પર ધ્યાન પણ જતું નથી. મારા નાથ! તમે એટલા બધા પ્રસિદ્ધ છે કે જ્યાં ત્યાં હું આપની જ વાત જોઉ છું. આપની એવી કીર્તિ જઈ મારે ઘણું મગરૂબ થવાનું કારણ છે અને એવા સુંદર પ્રસિદ્ધ પ્રતિષ્ઠિત પતિને મેળવીને અને તેને તેવા ઉત્તમ પુરુષ તરીકે ઓળખીને કઈ સ્ત્રી એવી મૂર્ખ હોય કે તેવા પતિપર ચોગ્ય પ્રેમ રાખે નહિ, એગ્ય હેત બતાવે નહિ, ચગ્ય ને સાચવે નહિ.
શુદ્ધચેતનાના સુખમાં અત્ર કવિએ બહુ ચાતુર્યથી જે વાત મૂકી છે, તે પરમતસંહિતા બતાવે છે. ભેદમાર્ગ સેવનારા, અભેદમાર્ગ અનુસરનારા તથા બેધ, સાંખ્ય, નૈયાયિક, મુસલમાન કે ખ્રીસ્તી સર્વ ધર્મના નેતાઓએ ચેતનજીની વાત સુંદર રીતે કરી છે, ચેતનજીને શુદ્ધ સ્વરૂપે સમજવા અને વ્યક્ત કરવાના માર્ગ પર વિચાર કર્યો છે, જુદાં જુદાં દષ્ટિબિંદુઓથી ચેતનજીને સમજવા પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્નમાં તેઓ કેટલે અંશે ફતેહમંદ થયા છે તેપર અહીં વિચાર કરવાનું નથી, પણ શુદ્ધચેતનાના કહેવાનો આશય એ છે કે કોઈ પણ ધર્મનાં પુસ્તક વાંચવા વિચારવામાં આવે છે તે તેમાં સર્વત્ર ચેતનજીની વાતે એક યા બીજા પ્રકારે કરેલી જોવામાં આવે છે. સત્યને અમુક અંશ લઈને તેને વિકવર કરવાના પ્રયત્નમાં સર્વ