________________
ચુંમાળીસમુ.] ચેતનાના પ્રતીતિજનક પ્રતિહાર. ૪૭૧ નારી છે, વેશ્યાઓ જેવી છે અને તેઓ એક પણ દિવ્ય મારા જેવું કરી શકે તેવી નથી. આપના ઉપર એ પયસ્ત્રીઓ ગમે તેટલું હેત બતાવતી હોય, રાગ દર્શાવતી હોય, આકર્ષણ દાખવતી હોય, પણું તેઓ તમારી નથી, તમારી થઈ નથી અને તમારી થવાની નથી. આ ભાવ બરાબર સમજીને મનન કરવા લાગ્યા છે.
આ ગાથાને એક બીજો વિદ્વત્તા ભર્યો અર્થ કયો છે. જે એ વાતમાં છે પતિ! તમે દગે માનતા હે તે કાશી તે કઈ વસ્તુ છે જેને હું ગરી–ઘણુ કરું છું, એટલે મારા શુદ્ધપતિવ્રતપણુમાં આપને દગે લાગતું હોય તે બીજી એવી કઈ વસ્તુ છે, બીજું એ કેણું મારે પતિ કે યાર છે જેને હું ગ્રહણ કરું, જેને હું ધારણ કરું, તે આપ બતાવે. જો કે આપ મારે મંદિરે ઘણું કાળથી આવ્યા નથી છતાં મે અન્ય પુરૂષ સામે દષ્ટિપાત પણ કર્યો નથી અને હું તમારી જ રહી છું, છતાં એ વાતમાં આપને કાંઈ કપટ લાગતું હોય તે મારું ચિત્ત કયાં અને કોના પર છે તે બતાવે. આ અર્થ સુંદર છે પણ તેમાં કરવત શબ્દને અર્થ બીલકુલ રહી જાય છે તેથી ઉપર પ્રથમ અર્થ કર્યો છે તે જ યુક્ત છે.
શુદ્ધ વરતુસ્વરૂપને યુથાસ્થિત બોધ થયા પછી પણ ચેતનજી જયારે બની આવે ત્યારે વિભાવમાં પડી જાય છે, શુદ્ધ બેધપર આવરણ આવવાથી જાણી જોઈને ઘણીવાર શુદ્ધ માર્ગથી કંટાળી જઈ મિથ્યાત્વના કુમાર્ગપર ચઢી જાય છે અને પ્રાપ્ત થયેલ સંપત્તિ ગુમાવી બેસે છે તેને વળી સદગુરૂ સુમતિ આપી ઠેકાણે લાવે છે. તે પ્રસંગે બલવાને સમજવાને ચગ્ય આ પદમાં જે ભાવ આપે છે તે વિચાર કરવા લાયક છે. સંસારરાવાનળથી તપ્ત થયેલા આ ચેતનજીને ખબર પડતી નથી કે પિતે તેનાથી દુઃખી થાય છે અને શા માટે સંસારમાં રખડે છે. એને સત્ય સ્વરૂપ સમજાવવા માટે અત્ર શુદ્ધચેતના સ્પષ્ટ બંધ કરી પિતાનું ત્રિકાળશુદ્ધત્વ પ્રતીતિ કરાવે છે. પોતે ચેતનજીની કિમત કેટલી ઊંચા પ્રકારની આંકે છે તે સવિશેષપણે વ્યક્ત કરતી આગળ વધે છે.
वेद पुरान कतेव कुरांनमें, आगम निगम कछु न लडेरी;