________________
ચુમાળીશમું ] ચેતનાના પ્રતીતિજનક પ્રતિઉગાર
૪૬૮ ઉપર જડાવ કામ ન કરાય, પણ તેઓને મારા કંચનની અને તેઓપરના મારા વિશુદ્ધ પ્રેમની માટે સ્પણ અક્ષરેમાં પ્રતીતિ કરાવી આપવી જોઈએ. ચેતનજી વિશેષ સન્મુખ થયા છે તે પ્રસંગને લાભ લઈ સમતા અત્ર ઉદગાર કાઢે છે તેપર આ પદ રચના છે.
શુદ્ધચેતના કહે છે કે હે ચેતનછી તમારી છું એટલું કહું છું એ તમે બરાબર ધ્યાનમાં રાખજે. હું અત્યારે તમારી પાસે નથી તેથી કદાચ તમને એમ લાગતું હશે કે ચેતના પિતાની નથી, પણ તમારા હૃદયમદિરમાં હાલ માયામમતા છે તેથી હું આવતી નથી અને એ કારમુને લઈને તમને જુદા પ્રકારની અસર થતી હોય તે હું તમને ખાત્રી આપું છું કે હું તમારી જ છું, મેં મનથી પણ અન્ય પતિને ઈચ્છો નથી અને શરીરથી કોઈની સાથે સંધ કર્યો નથી. અત્યાર સુધી આપના વિરહઅગ્નિમાં બળ્યા કરું છું અને આપ મારે વિરહ દર કરશે એવી આશામાં આપના નામની માળા હાથમાં લઈ તમારે જાપ કયાં કરું છું. આ વાતમાં જે આપને જરા પણ ખોટું લાગતું હાય, અસત્યને ભાસ પણ થતા હોય તે આપ કહો તેવા સેગન ખાઉ, આપ કહે તેવા પ્રકારનું દિવ્ય કરીને આપને પ્રતીતિ કરી આપું કે હું સર્વથા મન વચન કાયાથી શુદ્ધ પતિવ્રતા રહી છું અને છું. - વ્યવહારમાં જ્યારે સામા મનુષ્યને પ્રતીતિ કરી આપવી હોય ત્યારે તે બાબતને અગે કવચિત્ સેગન ખાવામાં આવે છે. “કરવત કાશી જઇ ગહુરી” એ પદ સોગન ખાવાના અર્થમાં વાપરવામાં આવેલ છે. મૂળ વાત તે એમ છે કે સંસારનાં અનેક દુખથી તપ્ત થયેલા દુઃખી માણસો આ ભવમાં કાંઈ સુખ મળ્યું નહિ પણ આવતા ભવમાં સુખ મળશે, એવી અજ્ઞાતાસૂચક બુદ્ધિથી કાશી જઈ અસલના વખતમાં કરવત મૂકાવતા હતા, મતલબ માથાથી પગ સુધી કરવતવડે
Wાઈ આત્મહત્યા કરતા હતા અને તે પ્રમાણે કરવત મૂકાવતી વખત મનમાં આવતા ભવમાં અમુક વસ્તુ પિતાને મળે એવી ઈચ્છા રાખતા હતા. આવી રીતે નિયાણું કરીને મારવાના આત્મઘાત કરવાના બીજા પણ ઘણુ માર્ગો આ દેશમાં હતા. કેટલાક ગિરનાર પરથી ભેરવજવ ખાતા હતા એટલે એક ઊંચા શિખર પરથી નીચે ખાઈમાં પછાડી ખાતા હતા અને શરીરને પાતથી નાશ કરતા હતા, કેટલાક જગ