________________
૭૦.
આનંદઘનજીનાં પદે.
[પદ ન્નાથજીના રથ નીચે પડી કચરાઈ જતા હતા, કેટલીક સ્ત્રીઓ મૃત્યુ પામેલ પતિ જ પાછો પતિ તરીકે પ્રાપ્ત થાય તેટલા માટે સતી થઈ બળી મરતી હતી. આ સર્વે અજ્ઞાનકષ્ટ હતું આત્મઘાત કરવાથી કદિ ઇચ્છિત વરતુ પ્રાપ્ત થતી નથી, એટલું જ નહિ પણ પૂર્વે બાંધેલાં અશુભ કર્મ ભેળવી લેવાનો પ્રસંગ છોડી દઈ ઉલટા વધારે ચીકણું અશુભ કમ એકઠાં કરવાનું તેથી પ્રાપ્ત થાય છે. આ સર્વ રિવાજે બ્રિટિશ સરકારે હાલમાં બંધ કર્યો છે. કાશીએ જઈ કરવત મૂકાવવું એ અસલ તે આવા અર્થમાં વપરાતું હતું પણ પછી તે એક પ્રકારની સેગન ખાવાની રૂઢિ થઈ ગઈ. જેવી રીતે હાલ એમ કહેવામાં આવે છે કે અમુક કાર્ય તે કરે તે તારે માથે મુંબઈનું પાપ, એવી રીતે કરવત મૂકાવવું એટલે તું કહે તેવા સેગન ખાઉં, તું કહે તેવી રીતે તને પ્રતીતિ કરાવી આપું કે હું શુદ્ધ છું. તેલની ધગધગતી ઢાઈમાં હાથ બળવે, અગ્નિમાંથી પસાર થઈ જવું, પાપ પુન્યની બારીમાંથી બહાર નીકળી જવું વિગેરે અનેક રીતે દિવ્ય કરવામાં આવતાં હતાં એવા અસાધારણું પ્રાગથી પિતાનું શુદ્ધપણું બતાવી આપવામાં આવતું હતું. અહીં શુદ્ધચેતના કહે છે કે તમે કહે તે રીતે હું મારું શુદ્ધપણું બતાવી આપવા તૈયાર છું, આપ કહે તે દિવ્ય કરું, આપ કહે તે સેગન ખાઉં, પરંતુ આપ મનમાં ચેકસ માનજે કે હું આપની જ છું અને આપ સિવાય અન્ય કોઈની નથી તે વાતમાં જરા પણ ગેટ નથી, ફેરફાર નથી, અપવાદ નથી. - જ્યારે ચેતનજીને સમ્યક બોધ થાય છે અને તે માળનુસારીપણથી આગળ પ્રગતિ કરે છે ત્યારે તે સુમતિને સહજ મળે છે પણ વળી વચ્ચે વચ્ચે તેના ઉપર અનાદિ મિથ્યાત્વ જેર કરે છે ત્યારે તે માયામમતાના પ્રસંગે શોધવા લાગે છે. આ વખતે ચેતનજીની પ્રતીતિ કરાવવા માટે શુદ્ધચેતના પિતે અત્ર લખ્યા છે તેવા ઉદ્દગાર કાઢી ચેતનજીને સમજાવે છે, વસ્તસ્વરૂપ બરાબર રીતે કહે છે અને તેના પર વિચાર કરવા ચેતનજીને ભલામણ કરે છે. અત્ર જે દઢ પ્રતિજ્ઞા ચેતનજી સમક્ષ શુદ્ધચેતનાએ કરી છે તે માયામમતાની ઉપર સજડ કે મારે તેવી છે, કારણ કે તેમાં આંતર આશય એ છે કે જેને તમે તમારી માને છે તે તે ઘેર ઘેર ભટક