________________
૪૫૦
આનંદઘનજીના પદે.
[પદ ભાવ-વળી ચેતનજી કહે છે કે આ શરીર છે તે તે નાશવત છે, તેતે સડી જશે, પડી જશે અને અંતે કાંતે ભરમીભૂત થશે, કાંતો માટીમા મળી જશે અને કાં તે ગીધ કાગડા કુતરા તેનું ભક્ષણ કરશે. એ શરીર જેનાપર અજ્ઞાનદશામાં મેટા મમત્વ બધાય છે, જેને પાષવાને માટે અનેક પ્રકારની ઉપાધિઓ કરવામાં આવે છે અને જેને અનેક રીતે પંપાળવામાં આવે છે તે તે આખરે નાશવત છે અને તેની અદર રહેલ હું જે તેને ગતિમાં મૂકું છું તે તે અવિનાશી છુ, શાશ્વત છું, અક્ષય છું. શરીરને અને મારે સંબધ જ એવા વિચિત્ર પ્રકારની છે કે તે ટકે નહિ, કારણુ બધ-સ્નેહ કાયમ તે સરખી પ્રકૃતિવાળાને જ રહે છે અને સબધ કરે પણ તેવા પ્રકારને જ ઘટિત છે. મારી અને શરીરની પ્રકૃતિ તે તદ્ન વિપરીત છે. તે નાશવત અને હું અવિનાશી છુ. વ્યવહારથી કેઈનું શરીર પડતાં તેનું મરણ થયું એમ લેકે કહે છે, પણ તે વાસ્તવિક હકીક્ત નથી. મરણ વખતે જે થાય છે તે માત્ર એક શરીર સાથે જીવને સબધ પૂર્ણ થવાથી છૂટી જાય છે, પરંતુ એ સંબધ તે પ્રથમથી જ અણઘટતે હતે. તેવા કાચા સબંધને ચિરંતન કાળને સબંધ માન્ય હતે એ જ ભૂલ ભરેલું હતું ત્યારે હવે હું તે મારી વાસ્તવિક ગતિ પકડી લઈશ. મારે એગ્ય માર્ગ કઈ પણ પ્રકારના મેલ વગર દેષ વગર પ્રગટ કરવાની મારે ખાસ જરૂર છે. મારું અવિનાશીપણું પ્રગટ થાય, વ્યવહારથી પણ મારાં મરણ થતાં દેખાય છે તે સ્થિતિ અટકી જાય અને મારે ચૈતન્યસ્વરૂપને શુદ્ધ માર્ગ પ્રગટ થાય એ મારી પિતાની ગતિ મારે હવે પકડી લેવી જોઈએ અને તે હું પકડી લઈશ, ગ્રહણ કરીશ, આદરીશ.
દેહ વિનાશી હોવા છતાં તેના સંબંધમાં આ પ્રાણ કેવી કેવી વિચિત્ર વર્તન કરે છે તે પર વિવેચન કરવા અત્ર ભણું નહિ. તે સમધમાં શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમના દેહમમત્વ (પંચમ) અધિકારમાં વિવેચન થઈ ગયું છે. એના વિનાશીપણુને અનુભવ તે સામાન્ય રીતે નજર કરનારને પણ થઈ જાય તેમ છે. દરરોજ અનેક માણ સને મરણ પામતાં જોઈએ છીએ એ સબંધમાં ચિદાનંદજી મહારાજે એક પદ લખ્યું છે તેપર ધ્યાન આપીએ –