________________
૪૪૮
[૫દ
આનંદઘનજીનાં પદે. આવી મહાન ઉદાત્ત સ્થિતિ પ્રાપ્ત થતાં જે રાગદ્વેષ અજ્ઞાનને જનમ આપે છે, અનાદિ મિથ્યાત્વને પાપે છે અને ચેતનજીના જ્ઞાન
શ્નપર એધી ચઢાવે છે તેને એકદમ નાશ થઈ જાય છે. આ અજ્ઞાનમિથ્યાત્વ જીવને કેટલે ત્રાસ આપે છે તે સમજવું સહેલું છે. આ સંસારમાં જેટલું મિથ્યાત્વ રખાવે છે તેટલું અન્ય કોઈ રખડાવતું નથી મિથ્યાત્વથી મોહ-મેહથી રાગદ્વેષ અને તે સર્વથી અનેક અનર્થપરંપરા ચાલે છે. એકાંત ધર્મપર રૂચિ થવી, વિશુદ્ધ આત્મસ્વરૂપ શોધવા તરફ અલક્ય બતાવવું, પિતાના અભિનિવેશને મજબૂતીથી વળગી રહેવું વિગેરે અનેક રીતે આ ચેતનનાં જ્ઞાનચક્ષુને આવરણ કરનાર, ભ્રમિત સ્થિતિમાં નાખી દેનાર અને ઉન્મત્તની પેઠે ચેષ્ટા કરાવનાર અજ્ઞાનજન્ય અને અજ્ઞાનજનક મિથ્યાત્વ છે. બાહ્ય દષ્ટિએ ઘણું ભણી ગયેલા માણસે પણ એના જેરથી એવા માયાભ્રમમાં પડી જાય છે કે અંશ સત્યને સંપૂર્ણ સત્ય માની વસ્તુતત્ત્વ ગ્રહણ કરતા નથી, કેઈ શુદ્ધ તત્વ બતાવે તે તે તરફ પ્રીતિ બતાવતા નથી અને આગ્રહમાં પડી જઇ પૂર્ણ સત્યને દાખી દે છે. આટલા માટે રાગદ્વેષ અનંત સંસારચક્રમાં ભ્રમણ કરાવનાર છે અને તેથી તેને નાશ કરવા ખાસ દઢ ભાવના કરવી જોઈએ એ બહુ ઉપગી બાબત છે.
વળી ચેતનજી કહે છે કે અનંત કાળથી પ્રાણી જેનાવડે મરતો આ છે તે કાળને હવે હું મટાડી દઈશ. અત્યાર સુધી કાળ-મરશુને વશ પડીને પ્રાણુને અનતાં મરણ કરવાં પડ્યાં છે તે મરણને હવે મટાડી દઈશ એટલે હવે મારે અનાદિ મરણે મરવું પડશે નહિ અથવા તે એટલે ઉપર્યુક્ત રાગદ્વેષથી પ્રાણુ અનંત કાળ સુધી મરતે આવ્યું છે તેનું કારણ બંધ પડી જવાથી મરણને જ મટાડી દેશું. અજ્ઞાનદશામાં સંસારચક અનંત હોય છે, વિરતિ ગુણ પ્રાપ્ત થયા પછી તે ઓછું થતું જાય છે અને છેવટે આ પ્રાણુની કર્મથી મુક્તિ થાય છે ત્યારે મરણજન્મ બિલકુલ થતાં નથી. તેથી કર્મપ્રચુરતાજન્ય રાગદ્વેષને નાશ કરવાથી અમરપાણની પ્રાપ્તિ થાય છે. કારgને નાશ થવાથી કાર્યનો નાશ થઈ જાય છે તે સ્વભાવસિદ્ધ નિયમ છે અને અહીં મરણનાં કારણભૂત રાગદ્વેષનો નાશ થઈ જવાથી