________________
તાળીશમુ] માર્ગ પર આવતા ચેતનજીનું અમરત્વ. ૪૪૭ માટે કર્મબંધ કરે છે કે એને લઈને અનત સંસાર વધારી મૂકે છે, જીવનને વિષમ બનાવી મૂકે છે અને સંસારમાંથી ઊંચા આવવાને બદલે તેમાં ઊંડા ઊંડા ઉતરતા જાય છે. અમુક સ્થિતિ જોગવવાને આધાર કર્મબંધપર રહે છે અને તેને આધાર ખાસ કરીને અમુક સાંસારિક કાર્યને અંગે તાદાભ્યપણું કેટલું થાય તે પર રહે છે, એ તાદાસ્યપણું અનુકૂળ અથવા પ્રતિકૂળપણે રાગ અને દ્વેષ અનુક્રમે કરાવે છે, અને તેથી મહાનિકુર પ્રચુર કર્મસંઘાત વહારી લેવાનું પ્રબળ નિમિત્તકારણ રાગષ બને છે. ઉપાધ્યાયજી યશવિજયજી તેટલા માટે એક જગપર કહે છે કે “રાગે પડીઆ તે નર પૂતારે, નરય વિગેરે મહા દુઃખજુત્તા” એવી જ રીતે દ્વેષને અંગે તેઓએ હકીક્ત બહુ યાદ કરવા લાયક કહી છે. ચરકરણ ગુણની સુંદર ચિત્રશાળા ફેષધૂમ્રથી, કાળી થઈ જાય છે અને યોગનું પ્રથમ અંગ અષ–ષને અભાવ છે. જેઓ છેષભાવને ત્યાગ કરે છે તે ગુણાનુરાગી થાય છે અને જ્યાં ગુણને અભાવ જુએ છે ત્યાં સમચિત્ત થઈ જાય છે આવી માધ્યચ્ચ વૃત્તિ જ્યારે અંતઃકરણપૂર્વક વિચારણું સાથે પ્રાપ્ત થઈ જાય ત્યારે અનેક કર્મમળ દૂર થઈ જાય, અનેક કર્મદેષ પ્રાપ્ત કરવાના માર્ગો બંધ થઈ જાય અને તેથી છેવટે ચેતનજી પર કર્મને બોજો ઓછે ઓછો થતે જવાથી અને નવીન કર્મભાર આવતે અટકવાથી તે ક્રમે ક્રમે કર્મથી મુક્ત થઈ અમર થઈ જાય છે. આટલા માટે અત્ર કહ્યું છે કે આ જગતને બંધન કરનાર રાગ અને દ્વેષ છે તેને તે અમે નાશ કહ્યું. જ્યારે ચેતન પિતાની વિશુદ્ધ સ્થિતિ જાગ્રત કરવાના નિર્ણય પર હોય ત્યારે પછી તેને પિતાની સંસારદશાનાં કારણે શોધવાની ઈચ્છા થાય એ ઉચિત છે અને તેને અને તે એકદમ આ રાગદ્વેષને શોધી કાઢે અને તેને નાશ કરવાના નિર્ણચપર આવી જાય છે પણ તેનું કર્તવ્ય છે. આ જીવને સંસારમાં રખડાવનાર અને તેને મોક્ષ થવા ન દેનાર રાગષ છૂટી જાય ત્યારે શત્રુ મિત્ર ઉપર સમભાવ આવે છે, પિતાનાં કે પારકાં છોકરાં સ્ત્રી કે અનેક વસ્તુઓમાં તફાવત જણાતું નથી અને તેને પરિણામે મનમા એક એ વિશુદ્ધ ભાવ આવી જાય છે કે તેથી ખાસ અનુભવ કરવા લાયક એક ઉદાત્ત સ્થિતિ પ્રાપ્ત થાય છે.