________________
બેંતાળીસમું.] માર્ગપર આવતા ચેતનજીનું અમરત્વ. ઇજપ બીજા દષ્ટિબિંદુઓનું સાપેક્ષત્વ ન રહે તે સત્ય જ્ઞાન પણ વિપરીતપણ અસર કરે છે. અહીં જ શ્રીવીતરાગપ્રણીત નયનિય સંબંધી જ્ઞાન જેનાપર પાંચમા પદમાં વિસ્તારથી વિવેચન કર્યું છે તેની આવશ્યકતા સમજાય છે. ઉપર જણાવેલા પ્રકારનું મિથ્યાજ્ઞાન જન્મમર
નું કારણ છે, કારણ કે તેને લઈને પ્રાણી ચેતનછ અને અન્ય પદાઘૉનું સ્વરૂપ સમજી શકતા નથી. મિથ્યાજ્ઞાનમાં તરતમતા હોય છે પરતુ જ્યાં સુધી મિથ્યાજ્ઞાનનો આવિર્ભાવ હોય છે ત્યાંસુધી જન્મમરણનું કારણ હયાત રહે છે. તેને જ્યારે નાશ થાય ત્યારે પણ ચેતનજીનાં જન્મમરણ એકદમ મટી જતાં નથી પણ ત્યાર પછી તેને માત્ર વખતને જ સવાલ બાકી રહે છે. ચક્રને ચલાવનાર દંડને કાઢી નાખ્યા પછી પણ દંડે આપેલ ગતિથી ચક્ર થોડા વખત તે જેસમાં ચાલે છે પણ પછી ધીમું પડતું જાય છે અને છેવટે તન બંધ પડી જાય છે, તેવી રીતે મિથ્યાજ્ઞાનરૂપ દંડથી ચાલેલ મરણકણરૂપ ચક્ર પણ દંડના અભાવે છે વખત ચાલે છે પણ છેવટે તેનો ગતિ ધીમી થઈ જતાં આખરે તે બંધ થઈ જાય છે. આ ભવિષ્યમાં થવાની સ્થિતિને વર્તમાનમાં અત્ર આપે છે. આ આખા પદમાં અમર શબ્દપર ભાર મૂકે છે, એ શબ્દ આખા પદની keynote ચાવી છે. મરણનાં કારણને આવી રીતે નાશ થવાથી તેના કાર્યને ! પણ નાશ થઈ જવાને છે એ સમજાય તેવી હકીકત છે. “ર્યું કર દેહ ધરેંગે એ પદના બે અર્થ થાય તેમ છે. ફરીથી શું તેને અગે લગાડશું? એ પ્રથમ અર્થ છે. એના પણ પેટમાં બે અર્થ થઈ શકે છે. એક તો મરણને હવે ફરીવાર અંગે લગાડશું નહિ એવા ભાવ નીકળે છે અને બીજું મિથ્યાત્વને ફરીવાર અગે લગાડશું નહિ એ ભાવ નીકળે છે. બીજો અર્થ કરીએ તે એ આશય જણાય છે કે હવે જયારે મિથ્યાત્વ જે દેહધારણનું કારણ હતું તેને તજી દીધું ત્યારે હવે શેને લઈને અમે ન દેહ ધારણ કરશું અને મરણે તે શરીરનું થાય છે, ચેતનછ તે હવે પછી જણાવવામાં આવશે તેમ અવિનાશી છે અને તેનું કાંઈ મરણ થતું નથી, તેથી દેહ ધારણ કરાવનાર સંસારચકમાં ફસાવનાર અને રખડાવનાર મિથ્યાજ્ઞાન છે તેને ત્યાગ કર્યો છે તેથી હવે દેહ જ શામાટે ધારણ કર પડશે? આ