________________
આનંદધ્યનજીનાં પો.
[પદ્મ
૪૪૪
માર્ગ ગ્રહણ કર્યાં હતા તેને લીધે જ અત્યાર સુધી મરણનાં દુઃખા સહન કરવાં પડતાં હતાં. મિથ્યા માર્ગના આદરથી પ્રાણી વસ્તુસ્વરૂપ આળખી શક્તા નથી અને તેને પ્રાપ્ત કરવાના સાચા પ્રયત્ન દિ કરતા નથી. હવે જ્યારે તે મિથ્યા માર્ગને છેડી દીધા છે અને તેનુ સ્વરૂપ સમજાઈ ગયું છે ત્યારે શું કીવાર તેને અંગે પણ લગાડશું? શું અમારામાં એટલી સાધારણ મુદ્ધિ પણ નથી કે કુમાર્ગને કુમાર્ગ તરીકે ઓળખ્યા પછી પણ તેને વળગી રહીએ? ત્યારે મરણુનાં કારગુને આળખી તેને જ્યારે અમે ત્યાગ કર્યો છે ત્યારે મરણુ ક્યાંથી આવશે અને આવશે તે તેને કાણુ સંઘરશે!
વસ્તુસ્થિતિ કેવી વિપરીત છે તેના અહીં જરા પ્રાસંગિક વિચાર થઈ આવે છે. આ પ્રાણી સુગુરૂના ઉપદેશથી, સુશાસ્ત્રના અધ્યયનથી અને ધર્મકથાના વ્યાખ્યાનશ્રવણથી મિથ્યા માર્ગ ઉંચા છે અને કેવા છે અને કેવાં પરિણામ નીપજાવનારો છે તે જાણે છે, સમજે છે અને કોઈ કોઈ વાર તેનાપર વિચાર પણ કરે છે, છતાં તેના ત્યાગ કરી શક્તા નથી. તે સમજે છે કે સાયામમતાના માર્ગો કુટિલ છે, વિષયકષાયના માર્ગો અંધારાવાળા છે, પ્રમાદ વિકથાના માર્ગો આડાઅવળા છે અને સ્થૂલ પાગલિક વૃદ્ધિના માર્ગો ખાડા ટેકરાવાળા છે; એ સર્વ કુમાર્ગો છે, મિથ્યા માર્ગે છે એમ જાણવા છતાં પણ તેના ઉપર અનાદિ પ્રેમને લીધે, તેની તરફની અનાહિ રાગાંધતાને લીધે અને તેના દુર્વ્યસનને લીધે તેના તે ત્યાગ કરી શકતા નથી, તેના ઉપર પેાતાનું સામ્રાજ્ય ચલાવી શકતા નથી અને ઉલટી તેને પેાતાના ઉપર સત્તા ચલાવવા ઢે છે એ તેનુ અજ્ઞાન છે, મૂર્ખતા છે, મૂઢતા છે અને ઉપરના અર્થમાં લખીએ તા તેની સાધારણ બુદ્ધિના પણ અભાવ અથવા ગેરહાજરી દર્શાવનાર છે.
મિથ્યાજ્ઞાન એટલે એકાંત સૃષ્ટિથી અપેક્ષાની દરકાર વિનાનું જ્ઞાન જે જ્ઞાનમાં જૂદા જૂદા દષ્ટિબિંદુથી વસ્તુસ્વરૂપની સમજણુ ન થતી હાય, જ્યાં દૃષ્ટિબિંદુના હરફેર સાથે સબંધ જોડનાર elasttery (ચુક્ત સંચેાજન) ન હેાય તે એકાંત દૃષ્ટિથી જોનાર જ્ઞાનને મિથ્યાજ્ઞાન સમજવું અને તેવા મતને મિથ્યા મત કહેવામાં આવે છે. અમુક દિબિંદુથી સર્વમાન્ય સત્ય પ્રાપ્ત થતું હોય તેને સ્વીકારવાની સાથેજ