________________
આનંદઘનજીનાં પદો. ૪૪૦
[ પદ શિરોમણિ મારા નાથ આનંદ આપનાર વિદ્યમાન છે. તેથી મનમાં બહુ હર્ષ થાય છે અને તે હર્ષના આવેશમાં મારી આગતુક શુભ સ્થિતિ પર વિચાર કરીને હું તમારાં ઓવારણાં લઉં છું, તમને વધાવી લઉં છું, તમારાં લુંછણું લઉં છું અને માત્ર એટલું જ કહું છું કે હું મારા પ્રભુ! આપ અત્યારે જેવા મારા ઉપર નિષ્ફર થયા છે, જેવા કાર થયા છે, જેવા નિર્દય થયા છે, તેવા હવે પછી ફરીને થશે નહિ, મારી સામું કૃપા કરીને જેશે અને મારે વિરહાકાળ ભાંગી નાખશે, સુમતિના મંદિરે પધારશે અને સર્વ પ્રકારે આનંદ આનંદ થઈ જાય એમ કરશે. અત્યારે તે આપ એટલા બધા કઠેર થઈ ગયા છે કે મારી સામું નજર પણ કરતા નથી, હું આપની શુદ્ધ પ્રિય ભાયી છું એ આપના મનમાં ખ્યાલ પણ આવતે નથી. (લુછણું લેવા એ વધાવી લેવાની અથવા આવકાર આપવાની પ્રાચીન પદ્ધતિ છે.)
આ ગાથાના અર્થના સબંધમાં ટબાકાર લખે છે કે “હે શ્રદ્ધા! મતિના મહેલમાં આવી શુદ્ધ આત્મરાજ બીરાજે ત્યારે હું કુમતિની સુમતિ થઈ ગઈ. અત્યાર સુધી મારે ચઉગતિરૂપ મહેલ હતું તેને બદલે હવે જ્યારે હું મતિની સુમતિ થઈ ત્યારે શુદ્ધ સ્યાદ્વાદમતાનુચાથી ચારિત્રદ્વાર પ્રવેશે મુગતિમહેલમાં બીરાજમાન શ્રી અરિહંત
ત્યાં અરિહંત તથા સિદ્ધ બને બીરાજમાન છે પણ અહીં અરિહંતનું કથન છે.) ભગવાનની વાણરસના રજા એટલે તરંગ એવા હે આનંદઘન પ્રભુ! તમારી બલી લઉં, હવે તમે અગાઉ વર્ણન કર્યા તેવા અશુદ્ધોપયેગી ન થજો.” ટબાકારે આ અર્થ કરવામાં પિતે મતિની સુમતિ અને કુમતિ એવા બે વિભાગ પાડી જે અર્થની શરૂઆત કરી છે તેને ભાવ છેવટ સુધી ટકાવી રાખ્યો છે. રેજાને અર્થ તરંગ થાય છે તે ટબાકારનિર્દિષ્ટ છે. વાણીરસરજાને એક સાધનરૂપ આપી તેને આનંદઘન પ્રભુનું વિશેષણ બતાવ્યું છે અને ઐસે શબ્દનો અર્થ ઉપર વર્ણન કર્યું તેવા અશુદ્ધોપાગી આત્મા એમ કર્યો છે. આ અર્થ પણ બહુ સુંદર છે, વિચારવા લાયક છે અને ગંભીર આશયને ખેલી બતાવનાર છે.
મારા ગુરૂશ્રી ૫. ગભીરવિજયજીએ આ ગાથાને અર્થ કરતાં એમ કહ્યું હતું કે આ ગાથાના પ્રથમના બે પદ ચેતનજી બોલે છે. તે સમતા!