________________
૪૩૮ આનંદઘનજીની પદે.
[પદ જે દાહ થાય તેથી સ્થૂલ શરીર બળી જાય અને તેને લઈને તેના શરીરની રાખ ઉડે એ તદ્દન સમજી શકાય તેવી હકીકત છે. હાળીને એક રાત્રિનો ભડકે જે હોય તેને ખબર પડે કે જેના શરીરમાં રાતદિવસમાં ભડકા ઉડ્યા કરે તેના અને શા હાલહવાલ થાય? આર્થહદય પતિ સન્મુખ નિરંતર અનન્ય ભાવથી રહે તેને જ્યારે આશ્રય ન મળે ત્યારે તે બળી જાય છે, સડી જાય છે, દટાઈ જાય છે. શુદ્ધચેતનાનું સ્વરૂપ વિચારી તેને દાહ ઓલવવા ચેતનજીએ પિતાની ફરજ યાદ કરવી જોઈએ.
ટખાકાર આ ગાથાને અર્થ કરતાં લખે છે કે ચાચર પુરૂષોએ ફાગણ માસમાં એક રાત્રે હળી સળગાવી–ગાઈ. મેં તે ચાચર પુરવેને કહ્યું કે તમારે તે આ હેળી સળગાવવાનો દેખાવ માત્ર છે, વારતવિક નથી, પણ મારા પતિના વિરહે મારા મનમાં તે રાતદિવસ હળી સળગે છે અને તેને લીધે શુદ્ધ સ્વરૂપ ચિતવનરૂપ મારું શરીર બળીને તેની રાખ થઈ તે પણ ઉડી ગઈ એટલે રાખ પણ રહી નહિ, અર્થાત્ સુમતિની કુમતિ થઈ ગઈ. અહીં રાખ પણ રહી નહિ એ અર્થ કરવામાં રૂપકને સારી રીતે વધારેલ છે. એક બીજા રબામાં જરા જુદી રીતે અર્થ કર્યો છે. હેરી એટલે હરીરાગ અને સીર એટલે મસ્તક. ગાની એટલે ગાઈ શરીરમાં મસ્તક વિગેરે હોય છે તેથી તેને અર્થ પુરૂષ કરવે. ચાચર પુરૂષે એક રાત્રે હેરી ગાઈ તેને મેં કહ્યું કે હે ચાચર પા! તમે આ અવસરે હેરી ગાઓ છે પણ મારા મનમાં તે રાતદિવસ હોળી સળગે છે. અહીં હારી શબ્દયર શ્લેષ કર્યો છે એ અર્થ પણ વિચારવા ચોગ્ય છે. હોળી એવી સળગે છે કે તેની રાખ પણ છેવટે રહેતી નથી, ઉડી જાય છે. એટલે શુદ્ધચેતનાની ગંધ પણ રહેતી નથી, નામ નિશાન પણ પાછળ રહેતું નથી. પતિવિર સ્ત્રી શરીરની કેવી દુર્દશા થાય છે તેને અત્ર નમુને બતાવ્યું છે. આ સર્વ અર્થો વિચારવા લાગ્યા છે. આવી ચેતનાની દશા થઇ છે તેને લીધે તે પોતાની શુદ્ધ બુદ્ધ ખેાઈ બેઠી છે અને વિરહાશ્રુથી હાઈ ગઈ છે. આવા પ્રસંગને લીધે અત્યાર સુધી શુદ્ધચેતનાનું નામ અતિ હતું, કદાચ તેની સાથે કે ઉપસર્ગ શાસે પણ શુ તે ઘટે તેમ નહોતે.