________________
આનદધનજીનાં પદ
[ પદ ધાર્મિક વ્યવહાર વિલક્ષણ રીતે ગોઠવવામાં આવે છે. વ્યવહાર અને નિશ્ચય અને સમજનાર, તેમાં વિરોધ નહિ પણ સામ્ય અવલોકનાર આવી ગાથાઓનું રહસ્ય સમજી શકે છે. હજુ સામાન્ય ખ્યાલ એ છે કે વ્યવહારને અને નિશ્ચયને વિરોધ છે આ ભ્રાંતિજનક જ્ઞાન છે. એ દેખીતા વિરોધમાં જે અવિરેાધ દેખી શકે તેજ તત્વજ્ઞાન પામી શકે તેમ છે અને સૂક્ષમ દ્રષ્ટિએ જોતાં એક પણ બાબતમાં વસ્તુતઃ વ્યવહાર અને નિશ્ચયને વિરાધ છે જ નહિ એમ ભાર મૂકીને કહી શકાય તેમ છે.
બાકાર પણ આ ગાથાને અર્થે બહુ સુંદર કરે છે. અર્થ લગભગ સરખેજ છે. તેઓ લખે છે કે સખીઓએ ચેતનાના પ્રાણુ જતા જાણીને તેને વિરહાનલ બુઝાવવાને શીતલપચાર કરવા માંડ્યા એટલે અનાદિ મિથ્યાત્વી જીવ યથાપ્રવૃત્તિકરણે આવ્યું અને કદાચ તે ઉપચાર ચાલુ રહે તે તે અપૂર્વકરણે પણ આવે. આવા બાહ્ય ઉપચાર કરતી સખીને ચેતના કહે છે કે હે ભેળી સખિ! તું ચદન બરાસનું વિલેપન શું કરવા લગાડે છે? એ તે બાહા અગ્નિના ઈલાજ છે, પણ મને થાય છે તે બાહ્ય અગ્નિ નથી પણ વિરહાગ્નિ છે, તેથી શીતળ પખા કુમકુમાદિ તે મારી આગને વધારશે, ઘટાડી શકશે નહિ. ચદન પખા વિગેરેથી પતિસ્મરણ થશે તેથી તે મદન વધારે ઉદ્દીપન થશે, કારણ કે તે સર્વ મદને દીપક છે. જયાં સુધી સમ્યફળવાન આત્માને મને મેળાપ ન થાય ત્યાંસુધી પંખાદિકથી શું સિદ્ધતા થવાની છે. ટબામાં બાહ્ય ઉપચારને યથાપ્રવૃત્તિકરણ સુધીની હદમાં રાખ્યા છે અને ચેતનજીને મેળાપ સમ્યફવપ્રાપ્તિથી થાય છે એમ જે બતાવ્યું છે તે બરાબર વિચારીને સમજવા ગ્ય છે અને તે વાતને અને ઉપર કરેલા અને બરાબર સામ્યતા છે એમ વિચારી ઘટાવવું. ટબાકારે વિરહકાળ અપૂર્વકરણ સુધી ગણ્યા છે તે વાત એક રીતે બરાબર મળતી આવે છે. માત્ર બાહા ઉપચારની ઉપર જે દશા વર્ણવી છે તે સમ્યકત્વપ્રાપ્તિ પછી પણ કેટલીક વાર બનવા જોગ છે, પણ તેને કાળ પરિમિત હોય છે, એટલો ભેદ સમજી જવામાં આવે તે ટબાકારને અને પ્રથમ લખેલો અર્થ એક બીજાને બરાબર અનુરૂપ છે એમ સમજાશે.