________________
૪૩૪ આનંદઘનજીનાં પદો.
[પદ પવન નાખે, શરીરે ખાવાનાચંદનને લેપ કરે. અને તેવા અનેક પ્રકારના આહા શીત ઉપચાર કરી શરીરને શાંતિ થાય તેવા પ્રાગે કરે તેમ કરે છે, પણ તેમ કરવામાં તમારી મોટી ભૂલ છે. તમે મારા શરીરમાં થતા દાહને સામાન્ય પ્રકારને અનળ (ગરમી-તાપ) સમજે છે, પણ તે તેમ નથી, એ તે વિરહાનળ છે, સ્ત્રીને પતિવિરહથી થતે અગ્નિ છે, કામવર છે અને તેથી તેને શાંત કરવાને માટે તમે જે જે પદાર્થો લાવે છે તે તેને ઉલટા વધારે ઉદીપન કરે છે. મદનજવરને શીત ઉપચારના પદાર્થો વધારે છે, કારણ કે તેનાથી રતિપતિ વધારે વધારે સારે છે અને પતિવિરહની વેદના વધારે થાય છે, આથી તમે જે ઉપચાર કરે છે અથવા સૂચવે છે તે મારી વિરહાગ્નિ શાંત કરવાને બદલે તેને વધારી મૂકે છે, તમારા કરેલા બાહ્ય ઉપચારે જે હેતુથી તમે કરે છે તે હેતુ પાર પાડવાને અદલે ઉલટા તેઓ તેનાથી વિરૂદ્ધ કામ કરે છે, અતરને દાહ બાહ્ય ઉપચારથી મટી શક્તો નથી.
શુદ્ધચેતનાને અંગે હવે આ વાત વિચારીએ. હે શ્રદ્ધા સખિ! જેમ વિરહાતુર સ્ત્રી કામાગ્નિથી બની જતી હોય તેને બાહ્ય ઉપચારથી કઇ પણ પ્રકારને લાભ થતું નથી, ઉલટી તેનાથી તેની વિરહવ્યથા વધારે થતી જાય છે, તેમ મારા નાથ મારે મંદિરે પધારતા નથી અને તેથી મારા મનની વ્યથા વધતી જાય છે, તે પ્રસંગે તમે બાહા ઉપચાર કરી મને શાંત કરવા ઈચ્છે છે અને તેમ કરી તમારે સખીધર્મ બજાવે છે પણ એમાં કાંઈ વળવાનું નથી, એથી મારે વિરહાનળ બુઝાઈ જવાનો નથી અને એથી મને શાંતિ થવાની નથી. તમે સારી રીતે જાણે છે કે મારા શરીરમાં અત્યારે જે પીડા થાય છે તે સામાન્ય પ્રકારની નથી, ઉપર ઉપરની નથી પણ અંતરંગની છે અને તેને શાત કરવા માટે તમે જે ઉપાય સૂચવે છે તે તદ્દન નકામા છે, ઉલટા મારી પીડા વધારનાર છે અને મને વધારે ઉદ્દીપન કરનારા છે.
ચેતનછ અનાદિ કાળથી પ્રસંગે પ્રસગે બાહ્ય ઉપચારે તે કર્યા કરે છે, પણ શુદ્ધચેતનાની વિશિષ્ટ દષ્ટિએ જોતાં તે તે શુદ્ધચેતનાને વધારે દુઃખ દેનાર જ નીવડે છે. અવારનવાર ચેતનછ કુલટા સ્ત્રીઓને પ્રસંગ મૂકી કાંઈક માપર આવવા ચત્ન કરે છે અને તે