________________
એકતાળીશ.] વિરલકાળમાં શુદ્ધચેતનાની સ્થિતિ.
૪૩૩ આ દશવિધ ધર્મમાં એટલી મહત્વતા સમાયેલી છે કે એનો સ્વીકાર કરવાથી શુદ્ધચેતના પ્રગટ થાય છે. શુદ્ધચેતનાના એ ખરેખર પ્રાણરૂપ છે અને તેને વિરહદશા પી જાય ત્યારે પછી શુદ્ધતનાનું જીવનસવ સુકાઈ જાય છે અને તે અતિ અવ્યક્ત થતી જાય છે. આ દશ ધમોને આદરવાની ખાસ આવશ્યકતા છે. અન્ય પ્રસંગે તેપર વિસ્તારથી વિચારણા થશે. પ્રિય પતિ વગર શુદ્ધચેતના પિતાની શુદ્ધ બુદ્ધ ભૂલી ગઈ છે એનુ અત્ર કારણ સ્પષ્ટ સમજાય છે. એના પ્રાણ પણ ટકી શકે નહિ એવી જ્યાં દશા ખડી થઈ જાય ત્યાં તેની શુદ્ધ બુદ્ધ તે ઠેકાણે કેવી રીતે રહી શકે?
शीतल पंखा कुमकुमा, चंदन कहा लावे हो अनल न विराहनल *य है,
तन ताप विढावे हो. पीया० ४ “હ સખિ) તે ઠંડા પદાથો, પંખા, પૂર ચંદનને ઘેળ વિગેરે શામાટે લાવે છે? એ તાપ નથી પણ વિરહાનળ છે તેથી ઉપરોક્ત પદાથી તે ઉલટ) શરીરના તાપ વધારે છે.”
ભાવ-પ્રથમ વિરહી સ્ત્રીની અપેક્ષાએ આ ગાથાને અર્થ કરીએ. હે સખિઓ! મારા પતિના વિરહને લઈને મારા શરીરમાં જવાળા ઉઠે છે. મને સખ્ત ગરમી મારા શરીરના પ્રત્યેક અવયવમાં લાગે છે તેને શાંત કરવા માટે તમે કપૂર ચંદનને ઘેળ અને બીજા શીત ઉપચારના પદાથો લાવે છે અને મને પંખો નાખે છે પણ તેમ શા માટે કરે છે? તમે સાધારણ રીતે કેઈને દાહજવર થયે હેય અથવા તાપ આવ્યો હોય ત્યારે જેમ માથાપર ચદનને લેપ કરે,
• ય ને બદલે માત્ર છાપેલી બુકમાં ય છે સર્વ પ્રતિમા ય પાઠ જ છે.
It બઢાવે તે માટે કઇક જોએ વઢાવે લખ્યું છે વ અને બને અભેદ સર્વત્ર ગાય છે
૪ ગીતળ=ઠડા પદાથોં પખા=પવન નાખવાના પંખા. કુમકુમા–કપૂર વિગેરે શીતળ પદાથો. ચદનચંદનને ઘેળકહા શુ, શામાટે, અનલ અશિ. ન=નથી. વિરાહનળ= મદનજ્વર, વિરહાગ્નિ, ચઆ, એ. હૈ છે. તનતાપારીરને તાપ, ગરમી. બહ= વધારે છે.
૨૮
-
-