________________
૪૩૧
એકતાળીસમું] વિરહકાળમાં શુદ્ધચેતનાની સ્થિતિ વાયુનું ભક્ષણ કરવા તૈયાર રહે છે અને તેમાં આનંદ માને છે. આથી ચેતના પિતાના પ્રાણુ કેવી રીતે આવી શકે અને એક વાર શુદ્ધ ચેતના જીવિતવ્ય ધારણ ન કરી શકે એવી સ્થિતિમાં મૂકાઈ ગઈ એટલે તે જાગ્રત થઈ શકતી નથી, મતલબ કે એવી અવસ્થામાં શુદ્ધચેતના પ્રગટ થતી નથી એટલે પછી અશુદ્ધ ઉપગી આત્માનું જીવન નકામું થઈ પડે છે, ભારરૂપ થઈ પડે છે, સંસારમાં રખડાવનારું થઈ પડે છે. વસ્તુતઃ તેથી આ વર્તમાન વિરહદશાને અંગે ચેતનના પ્રાણ જવાને અથવા મૃતમય ભારરૂપ જીવન ધારણ કરવાને તેને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને તેનું કારણ માત્ર તે શુદ્ધચેતનાને વિરહદશામાં રાખે છે તે જ છે. આવાં કારણનું પરિણામ તે એ થાય કે ચેતનજીને આ ભવમાં જે સુંદર સામગ્રીઓને ગ મળ્યો હોય તે સર્વ નકામા થઈ જાય અને ભવ હારી જવાનું બની આવે, વિરહદશાને લઈને ચેતનાના પ્રાણુ તે ટકી શકે નહિં અને ચેતનજી તેની ગેરહાજરીમાં અથવા તેની મૃતપ્રાય દશામાં કુલટાઓને પ્રસંગ વધારે વધારે કરે, વળી ચેતના એક વખત મૃતપ્રાય થઈ ગયા પછી તેને ફરીવાર જીવન આપી જાગ્રત કરવામાં બહ મુશ્કેલી પડે છે, પ્રબળ પુરૂષાર્થની જરૂર પડે છે, આથી ચેતનાને વિરહકાળ દૂર કરી તેને પતિપ્રસંગ પ્રાપ્ત થાય, બન્ને અરસ્પરસ મળીને હેત પ્રીતથી વાત કરે એવી સ્થિતિમાં તેને મૂકવાની જરૂર છે. ચેતનાની પાસે પતિ જે એક વખત આવે અને તેને બોલાવે અથવા તેની વાત એક વાર સાંભળે છે તે પછી ચિંતાનું કારણ શુર થઈ જાય, કારણ કે ચેતનામાં એવી પવિત્રતા અને આકર્ષક શક્તિ છે કે તેના પ્રસંગમાં પડ્યા પછી ચેતનજી તેને કદિ વીસરી શકે એમ નથી. આટલા માટે ગમે તેટલા પ્રયાસ કરી ચેતનાના પ્રાણ બચાવવા ખાતર તેને વિરહદશારૂપ સર્પના મુખમાંથી છોડાવી લઈ આ ભવમાં મળેલી અનુકૂળ સામગ્રીઓને યથાશ્ય લાભ લેવરાવી ચેતનજી ચેતનાને મંદિરે પધારે એવી ગોઠવણ કરવી જોઈએ. ચેતનાના પ્રાણ બચાવવા માટે બહારના ઉપચાર તદ્દન નકામા છે એ હવે પછી બતાવશે. સર્પ પવનનું ભક્ષણ કરી તેના ઉપર પિતાનો નિર્વાહ ઘણા વખત સુધી કરી શકે છે એવી જે વિદ્વાની માન્યતા છે તે