________________
એકતાળીશકું.] વિરહકાળમાં શુદ્ધચેતનાની સ્થિતિ. ૪૨૯ એતી કહી એનું અર્થસામ્ય થાય છે, સ્થિરતાથી ચેતના અને ચેતનની વર્તમાન દશા ગ્રાહ્યમાં લઈ તેઓને વાસ્તવિક અભેદ સમજી આ ગાથાને અને આ આખા પદને ભાવ મનમાં વિચારવાથી વસ્તુસ્વરૂપને ઝળકાટ થશે.
ટગાકાર આ ગાથાને અર્થ લગભગ ઉપર પ્રમાણે જ કરે છે. તનમન કી એ વાક્યને તે વીરાનીયા સાથે લે છે. કુબુદ્ધિવંત સ્ત્રીઓ તેઓના પતિને વિરહે તનથી અને મનથી ખીજાઈ ગઈ, સુકાઈ ગઈ અને તેથી તેઓને રડતી દેખીને હું આ પ્રમાણે બલી. અહીં જે વખતે ચેતના આ વાક્ય બોલે છે તે વખતે તેને શુદ્ધાત્માથી સાગ થયે છે એમ તબ શબ્દપરથી દબાકાર બતાવે છે અને પછી તે પ્રાકૃત સ્ત્રીઓને શુદ્ધચેતના બોધ આપે છે કે હવે હું પણ વિરહ
આ શું છે તે સમજી છું અને તેથી એટલું જ કહ્યું છે કે કેઈ નેહ કરશે નહિ. આટલું ટબાકાર લખીને છેવટે ઉમેરે છે કે મામામિલાપતિ એ શેષ શબ્દને ભાવ બરાબર સમજાણુંનથી. મતલબ એમ જણાય છે કે આત્મસુખાભિલાષીઓને શુદ્ધચેતના એવી ભલામણ કરે છે કે તમારે કદિ નેહ કરો નહિ એટલે કે રસ્થળ નેહમાં રાચવું નહિ. આ પ્રમાણે અર્થ કરવામાં “દેખી” શબનું સ્થાન ફેરવવું પડે છે અને શુદ્ધચેતનાને બેય જરાક અપ્રાસંગિક લાગે છે. ભાવાર્થ તે સામાન્ય રીતે એક સરખા જ રહે છે. અનુભાવ વગર પતિનેહમાં લલચાતી સ્ત્રીઓ પતિવિરહ રડે છે તેનું કારણ સ્નેહ જ છે, માટે એ સ્નેહ ન કર એ જ ઉચિત છે એમ શુદ્ધચેતનાને ઉપદેશ છે અથવા તે તેના શેકના ઉદગારરૂપે આ વાક્ય તેના મુખમાંથી નીકળી ગયું છે. દુખમહેલના ઝરૂખામાં ઊભા ઊભા અશુપાતથી હાઈ જનાર બહુ વખતથી પતિવિરહનુ દુખ સહન કરનારી પતિવ્રતા સ્ત્રી આવું વાક્ય કંટાળા તરીકે જ બોલે છે એમ સમજવું. બાકી એ વાકયના ગર્ભમાં પણ પતિ તરફ સ્નેહ તે સુસ્પષ્ટ જણાય છે. પતિવિરહનું દુખ સહન ન થઈ શકે તેમ હોય તે પતિની સાથે સ્નેહ કરશે નહિ, સંબંધ કરશે નહિ એમ બેલે પણ પતિને માથાપર ધારણ કર્યા પછી શુદ્ધ પત્નીની બીજી દશા તે હેયજ
* આત્મસુખની અભિલાષાવડે કરીને એમ અર્થ છે.
-
-
- -
-