________________
એકતાળીશમુ. વિરહકાળમાં શુદ્ધચેતનાની સ્થિતિ. ૪ર૭,
ત્યારે (અજ્ઞાનાવસ્થામાં) સામાન્ય સ્ત્રીઓને (પતિવિરહ ૨હતી) દેખીને હસતી, પણ (અત્યારે મારું શરીર અને મન છેદાઈ જાય છે. હવે બધું સમજી ત્યારે એટલું કહું છું કે કેઈ નેહ કરશે માર.”
ભાવ-આપ વિત્યા વગર દુનિયામાં કોઈ વાતની ખબર પડતી નથી. જ્યારે બીજી સ્ત્રીઓ પિતાના પતિના વિહે શેક કરતી હતી ત્યારે તેમને તે પ્રમાણે કરતાં દેખીને હું તેઓની મશ્કરી કરતી હતી. મને એમ લાગતું હતું કે આ વિરહાનળમાં તે શ દમ છે કે તેને લઈને સ્ત્રીઓ શોકમાં ડૂબી જતી હશે. પતિ પાતાને મંદિર ન પધાર્યા હેય તે એમાં તે શી મટી બાબત છે કે સ્ત્રીઓ તે માટે રડતી હશે! (બીરાની એટલે અનેરી) બીજાનું દુઃખ જોતી હતી ત્યારે મારા આવા વિચાર હતા, પણ હવે જ્યારે માથા ઉપર આવી પડી, જ્યારે મને માલુમ પડ્યું કે પતિ તે મારે મંદિરે પધારતા નથી અને મારે યૌવનકાળ ચાલ્યા જાય છે, ત્યારે મારું મન અને શરીર સુકાઈ ગયાં, છીજી ગયાં. જેમ કંડી વાય અને ઠાર પડે ત્યારે હાથ પગ છીજાઈ જાય છે તેમ મારું શરીર અને મારા વિચારે પતિ વિરહથી છીજી ગયા. આ વખતે મારા મનમાં પશ્ચાત્તાપ થવા લાગ્યું કે અરેરે! અત્યાર સુધી પતિમેળાપમાં શું સુખ છે? કે આનંદ છે? કે સંતોષ છે? તેને મેં સંપૂર્ણ રીતે ખ્યાલ જ ક્યોં નહિ. ખરેખર ચેતનજી પણ મારા સંગમાં સુખ શું છે તે સમજ્યા જ નથી, અને એ અજ્ઞાનદશાને લઈને અન્ય તરફ હું હાસ્ય કરતી હતી. ત્યારે શું જાણપણામાં દુખે છે? જે તેમ હોય તો તે પછી અજ્ઞાનવાદને પુષ્ટિ મળે છે, પણ તેમ નથી. જાણપણુ વગર સ્વરૂપજ્ઞાન થતું નથી અને સ્વરૂપજ્ઞાન થયા વગર હેયઉપાદેયને ભેદ સમજાતું નથી. મેં તે આટલે બધે પ્રેમ કર્યો અને પ્રેમનું સુખ સમજી તેથી પતિવિરહમાં દુખ કેટલું થાય છે તેને પણ ખ્યાલ આવ્ય, આથી હવે હું સર્વને ભલામણ કરું છું કે કઈ નેહ કરશેજ નહિ. નેહ કરતી વખતે તે મનમાં આનંદ આવે છે પણ પછી જ્યારે પતિને વિરહ થાય છે ત્યારે બહુજ ખેદ થાય છે. માટે સ્નેહ થયા પછી વિરહ થાય અથવા સ્નેહ એક સરખા રહા કરે નહિ અથવા એક તરકને (એક પા) પ્રેમ થાય તે સ્નેહ કોઈ કદિ કરશે નહિ. પદની આ ગાથામાં બહુ વિચારવા લાયક વાત કહી છે તે પર જરા નજર કરીએ.