________________
એકતાળીશમુ. વિરહકાળમાં શુદ્ધચેતનાની સ્થિતિ. ૪૨૫ છે કે સુમતિ શામાટે આ બાબત ભૂલી ગઈ એટલે એની સુબુદ્ધિ હતી તે કેમ ચાલી ગઈ અથવા આ પ્રમાણે કહેવામાં શામાટે આવ્યું? ત્યાં બુદ્ધિ શબ્દની સાથે સુ ઉપસર્ગ લગાડવાથી સુબુદ્ધિ શબ્દ થાય છે અને કુ ઉપસર્ગ લગાડવાથી કુબુદ્ધિ શબ્દ થાય છે. અત્ર તાત્પર્ય એમ છે કે હે સખિ! હું બુદ્ધિ ભૂલી એટલે સુબુદ્ધિ શબ્દ જ ભૂલી ગઈ. શુદ્ધપાગી આત્માને અસંગે અને અશુદ્ધપાગી આત્માને સંગે હું સુબુદ્ધિની કુબુદ્ધિ થઈ ગઈ. અશુદ્ધપાગી આત્માને સ્વીપણે મળીને પછી તેના વિદેશગમનરૂપ વિગ દુખમહેલને ઝરૂખે અશુપાત કરીને તેમાં હાઈ ગઈ. વિદેશગમન તે અહીં પરપરિકૃતિરમણ-ચિતવન સમજવું. ઝરૂખે તે તેમાં જવા આવવારૂપ અને અશુપાત તે અશુદ્ધ ઉપગમાં પ્રવર્તનરૂપ. ગૂલી એટલે હાઈ પરપરિણતિ રમણ અને અશુદ્ધ ઉપગમાં પ્રવર્તનમાં જાણે હું હાઈ ગઈ હોઉ એટલું બધું તે થઈ ગયું. સુબુદ્ધિને રવાની વાત લખવાનું કારણ એ છે કે ચેતનજીને પરપરિણુતિમાં રમણતા એટલી બધી થઈ ગઈ છે કે તેના વિગે–તેના પર પરિણુતિ પ્રવર્તનને લીધે સુમતિ જ જાણે તેમાં તરલ થઈ ગઈ હોય એમ દેખાય છે. થલી દેશમાં ન્હાવણને ઝુલવું કહે છે. (થલી દેશ તે નાગાર, બીકાનેર ફલેધિ, પિકરણ વિગેરેને પ્રદેશ સમજવા). ટબાકારે આ પ્રમાણે અર્થ કર્યો છે તેનો ભાવ બરાબર સમજવા ગ્ય છે. અહીં સુમતિ પિતાની જાતને પતિ સાથે એકાકાર કરી સખીને કહે છે કે પતિ તે એવા પરપરિણતિમાં આસક્ત થઈ ગયા છે કે તેઓ મારે મંદિરે કદિ પધારતા નથી, મને યાદ પણ કરતા નથી, મારું નામ પણ સંભારતા નથી. આવી પતિની સ્થિતિ વિચારતાં અને મારે અને તેઓને એકીભાવ વિચારતાં મને એમ જણાય છે કે હું મારી શુદ્ધ બુદ્ધિને તદ્દન ભૂલી ગઈ છું. પતિ પોતે પરપરિણતિમાં રમણ કરે છે, અશુદ્ધ ઉપયોગમાં પ્રવર્તન કરે છે અને તેમાં એટલા ઊંડા ઉતરી ગયા છે કે જાણે તેમાં તન તરબોળ થઈ ગયા હોય તેમ જણાય છે અને મારે અને તેમને એકીભાવ એ છે કે તેથી વાસ્તવિક રીતે હું પણ
* અતિચારમા આવે છે કે અણગળ પાણીએ ઝીલ્યા-ઝીલવું-હાવું. ગુલવુ કહે. વાનું નથી, છતા આકાર આ પ્રમાણે અર્થ કરે છે તે વિચારવા યોગ્ય છે.