________________
૩૬૪ આનંદઘનજીનાં પદે
' [ પદ કલાજનું (અમારે) કામ નથી, કુળમર્યાદા (અમે) છોડી દીધી છે. વાટે જતાં આવતાં લાકે હસે તેની દરકાર નથી), તેઓ સર્વ પારકા છે અને પિતાની કાંઈ વાત કહેતા કરતા નથી.”
ભાવ-શુદ્ધ ચેતના કહે છે કે આવી રીતે નટનાગરમાં મનને જોડી દેતાં મને લેકલાજની દરકાર નથી અને મેં કુળમર્યાદા પણ છોડી દીધી છે. સાધારણ રીતે નાટકીઓ ઉપર પ્રીતિ કરતાં પહેલા વિચાર કર જોઈએ કે કેમાં પિતાની એથી આબરૂ ઓછી થશે અને એટલા માટે બીજા કોઈ કારણથી નહિ તે લોકલજાની ખાતર પણ નાટકીઆ ઉપર પ્રેમ કરવા પહેલાં અટકવું જોઈએ અથવા લાકલાજ ન હોય તે છેવટે કુળની કુટુંબની મર્યાદા ખાતર પણ નાટકીઆ ઉપર પ્રીતિ ન કરવી જોઈએ. ઉત્તમ કુળવાન સ્ત્રીનો વ્યવહાર હમેશાં પિતાના કુળને અનુરૂપ પતિ સાથે સબંધ કર એ છે, એવી સ્ત્રીઓ નાટકીઆ સાથે કદિ પણ સંબધ કરવાની ઈચ્છા રાખતી નથી. શુદ્ધ ચેતના કહે છે કે મે નટનાગર સાથે એવુ મન લગાવી દીધું છે કે રસ્તે ચાલતા લોકે હસે કે મશ્કરી કરે તેની પણ મને દરકાર નથી. હું તે લેકલાજની દરકાર કર્યા વગર અને કુળમયદાથી બંધાઈ ગયા વગર મારા નટનાગરમાં પ્રીતિ રાખું છું અને તેના ઉપર મનને જેડી દઉં છું, અન્ય કેઈ ઉપર પ્રીતિ કે સબધ હોય તે તે પણ તેડી નાખું છું કે તે સર્વ પારકા છે અને પારકાની વાત કરનારા છે, વળી તેઓ પિતાની તે વાત કરતા પણ નથી અને વિચારતા પણ નથી. એવા નકામા પચાત કરનારાના અભિપ્રાય ઉપર હું કઈ કરતી નથી અને મારી પ્રીતિ નટનાગરમાંથી ખેંચી લેતી નથી.
આ પદ્યમાં નટ શબ્દ ઉપર ભાર મૂકીને અર્થે વિચારવાને છે. સામાન્ય વ્યવહારના નિયમ પ્રમાણે કુળવાન સ્ત્રીએ નાટક કરનાર, પછી તે ગમે તેવાં રૂપ કરનાર, અભિનય કરનાર અથવા જાદુના ખેલ કરનાર હોય તે પણ તેની સાથે પ્રીતિ કરવી એ ઉચિત નથી. એલાયચી કુમારને આથી ઉલટી રીતે જ્યારે નટી ઉપર પ્રીતિ લાગી હતી ત્યારે તેણે કુળમર્યાદા છેડી દીધી હતી અને તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યા હતા, છતાં પ્રેમનું લક્ષણ એવું છે કે લોકલાજની કકાર કર્યા વગર અને અન્ય શું કહે છે તે સાંભળ્યા વગર પ્રીતિમાં