________________
[પદ
૨૮૬
આદધનજીનાં પદે. એટલું જ નહિ પણ દૂરથી તેને જોઈને પણ મહીં ખાટું થઈ જાય છે આ પતિપરાયણ સ્ત્રી કહે છે કે પતિ વગર અન્ય સાથે સંબત કરવી કે સબધ કર તે જગલમાં પિક મૂકવા જેવું છે. જેમ કે પ્રાણુને કઈ બાબતમાં ફરિયાદ કરવી હોય તે જગલમાં જઈને રાડ પાડવાથી કઈ સાંભળતું નથી અથવા જનસુધારણ માટે કાઈ વિવેચન કરવું હોય તે જગલમા જઈને કરવાથી નિષ્ફળ થાય છે, તેવી રીતે પતિ વગર કોઈની સાથે ગોષ્ઠિ કરવી તે નિષ્ફળ છે, અર્થ વગરની છે, નકામી છે. આ પ્રમાણે વ્યવહારૂ દષ્ટિથી આ ગાથાને ભાવ પ્રાપ્ત થાય છે. અન્ય સાથેની ગેઝિને રણમા પિક મૂકવા સાથે સંબધ નિષ્ફળતાને અગે ઘટે છે. સામાન્ય રીતે અરયરૂદન શબ્દ જેનું પરિણામ કઈ ન આવે તેવા પ્રસંગ માટે વપરાય છે એમ મારૂ ધારવું છે. ગોષિને અરણ્યરૂદન સાથે સંબંધ એટલા પૂરતે ઘટી શકે કે અન્ય સાથે ગેષ્ટિ કરીને તેના પરિણામે અરણ્યરસ જે વચનવ્યવહાર થાય તે નિરર્થક થાય છે અને તેથી તેવી ગેષિ નિષ્ફળ છે તેથી કારણુમા કાર્યારેપ કરવાથી તે અરણ્યરૂદન તુલ્ય છે, અથવા વધારે વાસ્તવિક રીતે કહીએ તો નિષ્ફળત્વનું સાધચ્ચે હેવાથી ઉપમા બરાબર ઘટતી આવે છે અને ઉપર જણા તે આરેપ કરવાની પણ જરૂર નથી.
આ તન સામાન્ય અર્થવાળા પદમાં બહુ ગૂઢ ભાવાર્થ હાય એમ જણાય છે. આનદઘનજી મહારાજનાં સર્વ પદેમાં ગુહ્ય અર્થ હોય છે તે ભાવ સમજો અને ઝળકાવ એ ઘણુ મુશ્કેલ કાર્ય છે એ આપણે અનેક પ્રસંગે જોયું છે. આ પદમાં તેમને વાયાર્થે સમજવા માટે કેઈ શબ્દ પણ સૂચવન થતું નથી તેથી વધારે મુશ્કેલી પડે છે. મારા ગુરૂ મહારાજના કહેવા પ્રમાણે આ પદને આશય અતિ ઉદાત્ત છે અને એ પ્રત્યેક આમવાદને સૂચવનાર છે. તદgસાર આત્મવાદ સબધી કેટલાક ઉલેખ ખાસ અભયાસ કરી બતાવવા પ્રયાસ કર્યો છે. હવે આપણે આ પદને સૂચક ભાવ સમજવા યત્ન કરીએ.
પ્રત્યેક આત્મા સ્વસ્વરૂપે સ્વતંત્ર સ્વાધીન છે, કઈ કઈને અંશ નથી એ પ્રત્યેક આત્મવાદ છે. આ પ્રત્યેક આત્મવાદને અત્ર પતિ