________________
૩૨ આનન્દઘનજીનાં પદે
[પદ વરથાયી નથી. આવી રીતે બેહો દુઃખતત્ત્વની વ્યાખ્યા કરે છે. લેકમાં હું અને મારું વિગેરે જે અખિલ ગણુ ઉદય પામે છે તેને સમુદ્યતત્વ કહેવામાં આવે છે. સર્વ સંરકાર ક્ષણિક છે એવી વાસના જેમાં બંધાઈ છે તે માર્ગ અને નિરાધ તે મેક્ષ આવી રીતે ચાર આર્ય સત્ય માનવામાં આવે છે. સર્વ સંસ્કારનું ક્ષણિકત બદ્ધો બહુ યુક્તિસર સિદ્ધ કરવા મથન કરે છે. તેઓ સસ્કારને નિત્ય માનવામાં કેવા કેવા હેત્વાભાસ થાય છે તે સંબંધી અનેક રીતે ચર્ચા કરે છે તે અત્ર લખવાથી વિષય બહુ પારિભાષિક થઈ જાય તેમ છે. સર્વ સસ્કાર ક્ષણિક છે એમ કહીને એટલું બતાવવા તેઓ માને છે કે કેઈ પણ પ્રકારે આત્મા કે જીવ એ પદાર્થ માને નહિ પણ જ્ઞાનક્ષણને સંતાન જ વ્યવહાર માટે બસ છે. ક્ષણિક સંસ્કાર અન્ય ક્ષણે બીજા તપ સરકારને જન્મ આપે છે અને આવી ક્ષણસંતાનપરપરાથી જ એક વિષયનું દીર્ધકાળ સુધી જ્ઞાન થાય છે. આ પ્રમાણે સતાંત્રિક નામના શ્રાદ્ધ સંપ્રદાયને મત છે. વિભાષિક સંપ્રદાયવાળા બાર પદાર્થ માને છે તેઓ પણ સંરકારને તે ક્ષણિક જ માને છે. ૌદ્ધો પરમ પુરૂષાર્થની પ્રાપ્તિ ચાર ભાવનાથી માને છે. આ ચાર પ્રકારને વારવાર વિચાર કરીને નિશ્ચય કરવાથી સિદ્ધિ થાય છે. ૧ સર્વ ક્ષણિક છે; ૨ સર્વ દુખ છે; ૩ સર્વ સ્વલક્ષણ છે (એકના જેવું અન્ય નથી, પોતે પિતાના જેવું જ છે); અને ૪ સર્વ શૂન્ય છે. આવી રીતે ચાર ભાવનાથી સકળ વાસનાઓની નિવૃત્તિ થતાં શૂન્યરૂપ પરિનિર્વાણને આવિર્ભાવ થાય છે. બદ્ધ મતની સર્વ જૂદી જૂદી શાખાઓમાં કેટલેક મતભેદ છે પણ આત્માનું ક્ષણિકત્વ તે સર્વેમાં સામાન્ય છે અને સર્વે એમ માને છે કે રાગાદિના, જ્ઞાનસતાનના અને વાસનાના ઉછેદથી મુક્તિ મળે છે.
નિયાયિક (અક્ષપાદ) દર્શનવાળા ગૌતમના અનુયાયી કહેવાય છે. અહીં પિતાની અચિંધ્ય શક્તિના માહાભ્યથી મહેશ્વર સૃષ્ટિ અને સહાર કરનાર ગણાય છે અને દુખના અત્યંત ઉરોદરૂપ નિ:શ્રેયસ તત્વજ્ઞાનથી ઉત્પન્ન થાય છે એવી તેની માન્યતા છે. કહેવાનું તાત્પર્વે
* એ પડદર્શન સમુચ્ચય ક ા પરની ટીકા અને સર્વદરીનસગ્રહને ૌદ પ્રકરણ વિભાગ