________________
ચાળીશમુ ] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૩૯૧ થતાં ઉપર તરે છે તેમ કર્મભારથી મુક્ત થતાં ચેતનની ઊર્થ આલેકાંત ગતિ થાય છે અને ત્યાં તેની અનંત કાળ સુધી સ્થિતિ રહે છે. સિદ્ધ દિશામાં દ્રવ્ય પ્રાણ હોતા નથી પણ અનત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનત સુખરૂપ ભાવ પ્રાણ હોય છે. સિદ્ધ દશાનું સુખ સાંસારિક સુખ કરતાં તદ્દન જુદા પ્રકારનું છે અને તે પરમાનંદરૂપ છે. આ મતમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવયુક્ત હોય તેને સત્ કહેવામાં હું આવે છે એ ત્રિપદીમાં બહુ સૂક્ષ્મ રહસ્ય સમાયેલું છે અને જૈન તત્વજ્ઞાનને એમાં સમાવેશ થઈ શકે છે સમ્યજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગચરિત્રને મોક્ષમાર્ગ માનવામાં આવે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચગથી કર્મબંધ થાય છે અને તેને જેમ જેમ પ્રતિબંધ કરવામાં આવે તેમ તેમ નવીન કમપત્તિ ઓછી થતી જાય છે. આત્મા પ્રગતિ કરતાં નવીન કર્મ એાછાં ગ્રહણ કરે અને પૂર્વબદ્ધ કમને કાંઈક પ્રદેશ અથવા વિપાક ઉદયથી ભગ કરી લે અને કાંઈક નિર્જરાથી ક્ષય કરી નાખે ત્યારે છેવટે સર્વથા કર્મને ક્ષય કરતાં તે મોક્ષ-અજરામર પરમાનંદ સ્થાન પ્રાપ્ત કરી ત્યાં સુસ્થિતપણ રહે છે. ચેતનનું ત્યાં પણ વ્યક્તિત્વ સ્પષ્ટ જ રહે છે. જો કે ગુણસાદૃશ્ય છે પણ પરમ તત્વમાં મળી જઈ તેની વ્યક્તિ નાશ પામી જતી નથી એ જૈન મતના મોક્ષમાર્ગનું રહસ્ય છે.
પદ્ધો ક્ષણિકવાદી છે. તેઓ દુખ, સમૃદય, માર્ગ અને નિરોધ એ ચાર આર્ય સત્ય માને છે. વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ એ દુઃખના પ્રકાર છે. આ સંસારી અધરૂપ જ જીવ છે, તેથી અન્ય જીવ એ કઈ પદાર્થ નથી. રૂપ, રસ વિગેરેનું જ્ઞાન તે વિજ્ઞાન એટલે નિર્વિકલ્પક જ્ઞાન, આલેચના માત્ર સામાન્ય જ્ઞાન Perception થાય તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. સુખ દુઃખ અને અખરૂપી વેદના એ પૂર્વકૃત કર્મના ઉદયથી થાય છે. નિમિત્તનું ગ્રહણ કરવાપણું તે પ્રત્યય; એનાથી જાતિવ્યક્તિને એગ કરી સવિકલ્પ જ્ઞાન થાય તે સંજ્ઞા. પુણ્યપુયાદિ ધર્મસમુદય તે સંસ્કાર એના પ્રધથી પૂર્વે અનુભવેલા વિષયનું સ્મરણ વિગેરે થાય છે અને પૃથ્વી ધાતુ વિગેરે રૂપસ્કંધ. આ પાંચ ઔધ સિવાય “જીવ અથવા આત્મા એ પદાર્થ કઈ પ્રમાણુથી સિદ્ધ થતું નથી. આ પાંચ ઔધને ક્ષણસ્થાયી સમજવા. તે નિત્ય અથવા કાલાન્તર