________________
[ પદ
૪૧૪
આનંદધનજીનાં પદે ચાવાકાદિને માટે તે અત્ર પ્રશ્ન રહેતું જ નથી, પણ બૌદ્ધ ક્ષણિકવાદી છે તેને પણ મુક્તિમાં કોઈ પ્રકારનું સુખ નથી એ આપણે ઉપર જોઈ ગયા. પ્રાકૃતિક સંબધ માનનાર અથવા સર્વ ભાસ માયાત માનનારને પણ લયમાં અથવા પ્રકૃતિ દૂર કરવામાં કોઈ પણ પ્રકારનું સુખ નથી એ વાત મનમાં પણ થાય છે. ત્યારે પ્રત્યેક આત્મવાહનું સ્વરૂપ બાબર બંધબેસતું અને આનંદપ્રદ લાગે છે. આથી પ્રત્યેક આત્મવાદમાં કામણ લાગે છે. જેમ કેઈ સ્ત્રીએ પતિપર કામણું કર્યું હોય ત્યારે તેના ઉપર તેને બહુ રાગ થાય છે અને તેને પતિમાં કામણુ જણાય છે અને તે સિવાય અન્ય ઉપર રાગ થતું નથી તેવી રીતે અહીં પ્રત્યેક આત્મવાદ એ સુદર લાગે છે કે જાણે તેણે કામણું કર્યું હોય નહિ? એ અત્ર ભાવ છે. એ પ્રેરક અને આકર્ષક પ્રત્યેક આમવાનું વસ્ત્રપ જેમ બને તેમ વધારે વિસ્તારથી અને સ્પષ્ટતાથી વિશાળ શાસ્ત્રગ્રથાથી સમજવા ચોથ છે પ્રથગૌરવ થવાના ભયથી અત્ર તે તેની રૂપરેષા માત્ર ઉપરની ગાથામાં બતાવી છે અને તેનાથી કદાચ તેમાં કામણુ જોઈએ તેવું ન લાગતું હોય તો તે વિષય ઝળકાવવાની મારી અપતા સમજવી, બાકી આત્મવાદને આ વિભાગ એટલે રમણીય અને આકર્ષક છે અને તેના સબંધમાં તર્ક અને ન્યાયની કેટિને અનુસરીને વિશેષ ગ્રન્થમાં એટલું બધું લખાયેલું છે કે તેનો અભ્યાસ કરી સમજી વિચારવાની બહુ જરૂર છે. તત્વજ્ઞાનના ગ્રંથમાં આ એક ઘણું જ અગત્યને પ્રશ્ન ગણાય છે. આત્માનું અમરત્વ સ્વીકારનારાઓ તેની અનેક રીતે ચર્ચા કરે છે, પરંતુ વિદ્વાનનું કાર્ય એ છે કે અંધકારને પ્રદેશ પ્રાપ્ત થતાં ત્યાં શુંચવાઈ ન જતાં બહુ સૂક્ષમ બુદ્ધિથી દરેક દલીલને બરાબર ચોગ્ય રીતે વિચારવી અને વિચાર કરીને તેને તેના યથાસ્વરૂપમાં ઘટાવવી.
અહીં એક બીજો પ્રશ્ન ઊભે થાય છે. જ્યાં ન્યાયની દલીલો ટકી શકે તેવું હોતું નથી ત્યાં કહેવામાં આવે છે કે ભાઈ! એ તે સર્વ દર્શનકારાએ અથવા સંપ્રદાયવાળાઓએ વાડા બાંધી લીધા છે, બાકી માર્ગ તે બધાનો એક જ છે. આ વાત ઘટતી નથી. સર્વના માર્ગ એક હોઈ શકે નહિ; એક છે પણ નહિ. માર્ગ તે એક જ હોવા જોઈએ. માર્ગ ઉપર માર્ગને આપ કર એ અભિનિવેશ