________________
[પદ
૪૧૮
આનંદઘનજીનાં પદો કેટલાક માને છે કે દુનિયામાં આપણું કર્યું ધાર્યું કાંઈ થવાનું નથી, ઇશ્વરની પાસે યાચના કરીએ અને તે આપે તે ખરૂં. આ પ્રમાણે ધારીને ઈશ્વર પાસે ઉઘરાણું કરે છે કે તેનાથી મને મોક્ષ આપો.' આવી રીતે બીજી પણ અનેક સ્થૂળ વસ્તુઓની યાચના કરે છે. આવી રીતે ઉઘરાણું કરવી તે તે બહુ કહું કામ છે. એક તે ઉઘરાણું ધીરેલી વસ્તુની થાય, બીજું ઉઘરાણું જેની પાસે કરવાની હોય તેની મરજી ઉપર ઉઘરાણું પતવાને આધાર રહે. વ્યવહારમાં નિયમ છે કે “ગરથ ગાંઠ, પિતાની પાસે હોય તે જ પુંજી કહેવાય. અહીં ઈશ્વર પાસેથી માગણુ કરતી વખત ભાન પણ હોતું નથી કે તેને આપણે વસ્તુ ધીરેલ નથી કે તે આપવાને બંધાયેલ હેય. પારકી દયા ઉપર
જીવવું તે તે જેને રુચતું હોય તેને ભલે રૂચે, સર્વને તે એ વાત પસંદ આવે તેમ નથી. જો તમારી પાસે વસ્તુ ઘરમાં દાટેલી હોય અને તેજ પ્રગટ કરવાની હોય તે તેને માટે પ્રયાસ કરવો એ ઉચિત ગણુય પ્રયાસથી થડે કે લાંબે વખતે પણ તે વસ્તુ જરૂર મળવાને એક રીતે ચિક્કસ સંભવ ખરા. આથી સાધનધમ કરતી વખત સાધ્ય મળવાની પ્રતીતિ હોય તે કાર્યસિદ્ધિ થવાના સાનથી પ્રયાસ બરાબર થાય અને તેથી જ આત્મવાદના સ્વરૂપમાં તે વાત ખાસ વિચારવા લાયક છે જે આત્મધન છે તે તમારું પોતાનું જ છે, પિતાની પાસે જ છે, ગુણ છે તેને પ્રગટ કરવાનું છે, અન્ય પાસે ઉઘરાણી કરવાની છે જ નહિ અને ઉઘરાણી કરવાથી એવી આધ્યાત્મિક વસ્તુઓ મળી જાય એવી માન્યતા રાખવી એ પણ બેહુદુ જ છે. પ્રભુ એવી વસ્તુઓ લઈને બેસી રહેલા નથી અને બેસી રહેલા હોય તે તેની વધારે વખત તમારી પાસે ઉઘરાણું કરાવે અને તમને રગાવી રગાવીને પછી તે આપે એ વાત પણ ઈશ્વરસ્વરૂપને ઝાંખપ લગાડનારી છે. શુભ કાર્યનાં શુભ ફળ જરૂર મળશે અને છેવટે કર્મને વિલય થતાં સચિદાનંદસ્વરૂપ પ્રાપ્ત થશે, એ હાલ પણ તમારી પાસે જ છે, તમે તેને ઓળખતા નથી, પીછાનતા નથી, જોતા નથી; એક વખત તે જાણ્યા પછી અન્ય પાસે ઉઘરાણું કરવામાં રહેલું જોખમ અને પાછા પડવાને સંભવ તમને સારી રીતે જણાશે. રેકતું નાણું તે જ નાણું કહેવાય અને તમારા આત્મસ્વરૂપમાં તે રોકડ જ છે,