________________
ચાળીશમું.] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૪૧૭ પૈસા માગવા તેમાં પણ ધક્કા થાય છે, મજા આવતી નથી. ઘરમાં રોકડ નાણું હોય છે તે જ જરૂરને વખતે કામમાં આવી જાય છે, ઉઘરાણ પર ભરોસે રહી શક્તા નથી. જેની તેની પાસે યાચના કરવામાં લાભ થતું નથી. ગતિ અને ઉઘરાણપર આ ગાથામાં શ્લેષ છે તે નીચે આધ્યાત્મિક ભાવ વિચારવાથી જણશે.
ચાર્વાકાદિ આત્માની હયાતી જ સ્વીકારતા નથી. તેઓ પંચ ભૂતના સંગથી જેમ લેહચુંબક, વીજળી વિગેરેમાં બળ આવે છે તેમ એક પ્રકારનું બળ-શક્તિ ઉદ્દભવે છે એમ માને છે અને ચૈતન્ય કે તે ચુક્ત આત્માને જૂદો પદાર્થ જ માનતા નથી. તેને તે આ ભવમાંથી અન્ય ભવમાં જવું આવવું કાંઈ થતું નથી. અમુક સમય પછી પંચ ભૂતને વિલય થઈ જતાં ભૂત ભૂતમાં મળી જાય છે. મૃત શરીરમાં પંચ ભૂત વિદ્યમાન હોવા છતાં ચેતના કેમ દેખાતી નથી અને અહીં સુખદુખ શા કારણથી મળે છે અને અહીં કરેલ શુભાશુભ કાર્યોનું ફળ કેવી રીતે પ્રાપ્ત થાય છે તેને તેઓ ખુલાસો આપી શક્તા નથી અથવા આપે છે તો તે સંતોષકારક થતું નથી. તેઓના મત પ્રમાણે ચારે ગતિ નકામી છે અથવા એક ભવમાંથી અન્યત્ર ચારે ગતિમાં, દેવ-મનુષ્ય-તિચિ અને નારકીમાં–ગત્યાગતિ કર્માનુસાર થાય છે એ વાત અસભવિત છે. અન્ય દર્શનકારામાં આત્માને પ્રત્યક્વાદ ન હોવાથી ગમે તેટલી ક્રિયા કરી, એગ કરી, ધ્યાન કરી, કષ્ટ તપ કરી આત્માને જ્યારે પરમ શાંતિ મળવાને પ્રસંગ આવે છે ત્યારે તેના વ્યક્તિત્વને જ નાશ થાય છે, તે બીજા સર્વવ્યાપી આત્મા સાથે મળી જઈ વ્યક્ત સ્પષ્ટ રીતે રહેતું નથી. આથી ચાર ગતિમાં ગમન કરી આત્માની ઉત્ક્રાન્તિ કરાવવાનો જે મહાન પ્રયાસ–પ્રબળ પુરૂષાર્થ કરવામાં આવે છે તે સર્વ વ્યર્થ થાય છે, અર્થ વગરને થાય છે, પરિણામ વગરનો થાય છે. વળી વિશ્વના સર્વ આત્માને એક માનવામાં અવે ત્યારે વાસ્તવિક રીતે ચારે ગતિમાં જનાર-ભમનાર કેણું રહ્યું તે પણું એક ફૂટ પ્રશ્ન છે. આથી આવી માન્યતાવાળાની ચારે ગતિ ફેકટની થાય છે અથવા ચાર ગતિમાં ભ્રમણ કરી ઉત્ક્રાન્તિ કરવાનો પ્રયાસ નકામે જ છે એમ સ્પષ્ટ સમજાય છે.
૨૭