________________
૪૧૫
ચાળીશમું.] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. છે, મિથ્યા અજ્ઞાન છે અને આંખ બંધ કરવાનું સૂચન છે જે તદ્દન અયોગ્ય છે. જે પ્રત્યેક આત્મવાદ સત્ય હોય તે તે માર્ગજ સત્ય હિઈ શકે, પછી એમાં એકાત્મવાદ ચાલે નહિ. સાધન ધમોંમાં ભેદ હોય તે તે ચાલે, પણ સાધ્ય તે સુસ્પષ્ટ અને સારી રીતે વ્યાખ્યા કરાયેલ તથા સમજાયેલ રહેવું જોઈએ. દૂધ અને છાશ એક સ્થાનકે એકત્ર એકી વખતે રહી શકે જ નહિ, રાખવાને પ્રયત્ન કરવામાં આવે તે દૂધ બગડીને છાશરૂપ ખાટું થઈ જાય. મરિચીના ભવમા શ્રીવીર ભગવાને કપિલને કહ્યું કે અહીં પણ ધર્મ છે અને ત્યાં (પ્રભુના માર્ગમાં) પણ ધર્મ છે. એ ઉસૂત્ર વચન થયું. દૂધ અને છાશ એકત્ર એક સ્થાને રહી શકે એવી અશકય વાત તેમણે અતાવી તેના પરિણામે તેમને અનેક ભવભ્રમણ કરવી પડી. માટે સર્વ દેખા માર્ગમાં સત્ય માર્ગ તે એક જ છે અને હવે જોઈએ એ સત્ય માર્ગ છે. આ પ્રમાણે હોવાથી પ્રત્યેક આત્મવાદ અને લેકના અનેક મતે સત્ય સ્વરૂપે એકી વખતે ઘટી શકે નહિ એ વાત અત્ર શુદ્ધ ચેતના કહે છે તે સમજવા જેવી છે.
પરમસહિષ્ણુતાને માટે “અવધુ રામ રામ જગ ગાવે વિગેરે પમાં જે વિચાર આનંદઘનજીએ બતાવ્યા છે તેને આ અર્થ સાથે કઈ પણ પ્રકારને વિરોધ નથી એ સૂક્ષમ દ્રષ્ટિથી વિચારી સમજવા ચોગ્ય છે, તેમ જ હવે પછી ચેતનાને નિરપક્ષ કેઈએ છેડી નથી એ લય સુડતાળીશમા પદમાં કહેવામાં આવશે તેની સાથે પણ તેને વિધિ નથી એ ગ્રાહ્યમાં લેવા ચોગ્ય છે. પરમત અથવા સંપ્રદાય કે દર્શનપર અવિચારી આક્ષેપ કરવાને અથવા તેના અનુયાયીઓને ત્રાસ આપવાને ભાવ વિકારી છે અને ત્યાજ્ય છે, તેમાંથી સત્યને અંશ સ્વીકારી તેને તેટલા પૂરતું માન આપવાને ભાવ આદરણીય છે, પરંતુ સર્વથા સત્ય અથવા માર્ગરૂપે તેનું વતુર્વરૂપ શું છે અને કેટલે અંશે આદરણીય છે તે હકીક્તથી તે જાગ્રત રહેવાની ખાસ આવશ્યકતા છે. એ નિયમ ન હોય અને સર્વત્ર ધર્મ છે એવી વાણુને કે વિચારને અવકાશ આપવામાં મહત્વતા મનાતી હોય તે તે સર્વત્ર અવ્યવસ્થામાં જ તેનું પરિણામ આવે. આથી અહીં શુદ્ધ ચેતના કહે છે કે મને તે ન્યાયદષ્ટિથી વિચાર