________________
ચાળીશમુ.] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૪૨૧ સર્વ નિષ્ફળ પ્રયત્ન કણ કરે? તાત્પર્ય એ છે કે પ્રત્યેકઆત્મવાદ વગર કરેલાં પુણ્યપાપનું અથવા નિર્જરાનું વાસ્તવિક ફળ મળતું નથી અને તેથી શુભ કરણ કરવા તરફ ધ્યાન પણ રહેતું નથી, આકર્ષણ પણ થતું નથી. આ પ્રમાણે હવાથી હે આનંદઘન નાથ! હું તો તમને જ પિકારું છું, તમારા જ નામને જાપ કરું છું અને તમે મારે મંદિરે પધારે એવી પ્રાર્થના કરું છું આપની સાથે મારે સંબંધ થાય તે અનંત કાળ ચાલે તેવે છે અને તે આપનું વ્યક્તિગત સ્વરૂપ સમજી પ્રત્યેકઆત્મવાદ સ્વીકારે તેને જ મેળવવા ઈચ્છા થાય તેમ છે. આપના સર્વજ્ઞકથિત સ્વરૂપ સિવાય અન્ય સર્વ લેક મને ખાટા લાગે છે અને અન્યના બતાવેલ સ્વરૂપવાળા મારા પતિ હય તે તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે તે તદ્દન નિષ્ફળ લાગે છે. આ પ્રમાણે હવાથી લોકદર્શિત પતિને સલામ છે, મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. તેઓ મને ઓળખતા નથી, જાણતા નથી અને તેઓની ખાટી માન્યતા પ્રમાણે અને તેઓ કદિ પણ જાણે એમ લાગતું નથી. મારા પતિ વગરને આ સંસાર મારે મન અસ્તવ્યસ્ત છે, વ્યવસ્થા વગરને છે અને પુણ્ય નિર્જરા આદિ માટે નિષ્ફળ છે તેથી ન્યાય વગરને છે, માટે હું તે જે આનંદઘન પતિના શાસનમાં પ્રત્યેકઆત્મવાદ પ્રવર્તિ છે તેવા મારા પતિને-આનદઘન નાથને પિકાર કરીને કહું છું કે વહાલા! મારા મંદિરે પધારે, મારા હૃદયને કબજે લે અને આપના હૃદયમાં મને મારું યોગ્ય સ્થાન આપે.
આત્મસ્વરૂપ સમજવા બહુ પ્રયાસ કરવાની જરૂર છે. અન્ય મતમાં બતાવેલ અને સર્વગમાર્ગમાં બતાવેલ આત્મસ્વરૂપ અત્ર ચિતરવામાં આવ્યું છે તેનો હેતુ માત્ર તે જાણવાની જિજ્ઞાસા ઉશ્કેરવાને છે. આવા નાના પુસ્તકના નાના પદમાં આત્મસ્વરૂપ એક દર્શનનું પણ પૂરું બતાવી શકાય નહિ તે ૫છી સર્વ દર્શનકારેના ભિન્ન ભિન્ન મત બતાવી તેઓને એકસ્વરૂપે ઘટાવવા પ્રયત્ન કર એ તદ્દન અશક્ય જેવું જ છે, પરંતુ આટલા લઘુ ઉલલેખથી જણાયું હશે કે ચેતનજી સંબધી જ્ઞાન પ્રાપ્ત કરવાની ખાસ જરૂર છે, તેને માટે સર્વ દર્શનકારેએ પ્રયાસ કર્યો છે અને તે સર્વમાં સફળ પ્રયત્ન જે કઈ પણ દર્શનકારે કર્યો હોય તે તે કેણે કર્યો છે. જ્યાં અરસ