________________
[પદ
૪૧૨
આનંદઘનજીનાં પદે. વ્યક્તિત્વ રહે અને તેને અનંત આનંદ મારી સાથે થાય એવા પ્રકરનું સ્વરૂપ જે સર્વદર્શનમાં બતાવ્યું છે અને જેમાં આત્માનું વ્યક્તિત્વ મેક્ષમાં સુસ્પષ્ટ રહે છે અને ત્યાં તે નિરવધિ આનંદ ભગવે છે એમ બતાવ્યું છે તે વાત પસંદ આવે છે અને તેની સ્વરૂપવિચારણામાં મને હર્ષ થાય છે અને અન્ય સર્વ શાસ્ત્ર તે કઈ આત્માને સ્વીકરતા જ નથી, કે તેને લય માને છે, કેઈ તેને અન્યમાં સમાવેશ કરી નાખે છે અને કોઈ તેને સુખાનુભવ વગરને કરી મૂકે છે–એવી સર્વ વાત મને પસંદ આવતી નથી. જ્યાં મારા પતિને જ ઉડાવી દેવામાં આવતા હોય અથવા જ્યાં મારે અને તેઓને સાગ જ થો જરૂરને હેય નહિ અથવા સુખપ્રદ થાય નહિ ત્યાં મારે પતિને નિજ ગુણ પ્રગટ કરી એક્ષમાં-નિવૃત્તિમાં જવાનું કહેવું એ યુક્ત જ કેમ ગણાય અને એવી મુક્તિને આનંદનું ધામ પણ કેમ કહી શકાય?
कंतडामें कामण, लोकडामें शोकः
एक ठामे किम रहे, दृधा कांजी धोक. मीठडो० २ પતિમાં કામણું છે અને લેકમાં સતાપ છે. એક સ્થાનકે દૂધ અને છાશ એકત્ર થઈને કેવી રીતે રહી શકે
ભાવ-પતિવ્રતા સાવી શુદ્ધ ચેતના કહે છે કે મને તે મારા નાથમાં અતિ આનંદ લાગે છે અને અન્ય સર્વ લેકમાં સંતાપ જણાય છે. શુદ્ધ પતિવ્રતા સ્ત્રીને એક જ માર્ગ હોય છે. એને પતિ એ જ લેસર્વસ્વ જણાય છે. એને પતિથી અન્ય પુરૂષ ગમે તે સુંદર, સુરૂપ બહારથી લાગતું હોય તેમાં આકર્ષણ થતું જ નથી, તે તે સ્પષ્ટ કહે છે કે એક સ્થાનકે દૂધ અને છાશ કેવી રીતે રહી શકે, દૂધમાં છાશ ભળે કે તરત દૂધમાં ફેરફાર થવા લાગે છે. આવી રીતે શુદ્ધ સતીના હદયમાં દ્વિધા ભાવ થતું નથી અને થે સંભવ નથી
* કામણને સ્થાને કારમણ એ પાઠ એક મતમાં છે તે અશુદ્ધ જણાય છે 1 દૂધમાં કંઇ થાક એવે પાક છે તેમાં છે
૨ તડામ=પતિમાં કામણુ આકર્ષણ, મનોરથ સિદ્ધિ લાકડામ-લાકમાં રોકસંતાપ એક તમે એક સ્થાનકે કિમ કેવી રીતે કાંટ=ાની આશ, પરાશ ચેકસ્સાક, સમડ, એકતા.