________________
ચાળીશકું.] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૩૯૯ આવે છે. પ્રાગભાવ એટલે પ્રથમને અભાવ, પ્રવિંસાભાવ એટલે નાશ અને અત્યંતભાવ એટલે સર્વથા વિનાશ અથવા ગેરહાજરી. અન્યન્યાભાવ અરણ્યરસને અપેક્ષિત છે. દુઃખની આત્યંતિક નિવૃત્તિને મોક્ષ માનવામાં આવે છે.
જૈમિનીય અથવા મીમાંસક મતમાં બે મોટા વિભાગ છે. યજ્ઞ વિગેરે કરનારને પૂર્વમીમાંસાવાદી કહેવામાં આવે છે, તેઓ કુકર્મ વજે છે, જનાદિ ષટ્ કર્મ કરે છે, બ્રહ્માસ્ત્ર ધારણ કરે છે, ગૃહસ્થાશ્રમમાં વસે છે અને શુદ્ર અન્નાદિ વજે છે. ઉત્તરમીમાંસાવાદીને વેદાન્તી કહેવામાં આવે છે, તે બ્રહ્યાદ્વૈતને માને છે, સર્વ શરીરમાં આત્મા એક છે, બ્રહ્મ સર્વત્ર છે અને માયાથી ભેદ થાય છે પણ વસ્તુતઃ ભેદ નથી એમ તેઓને અભિપ્રાય છે. આત્મામાં લય થઈ જ એને તેઓ મુક્તિ માને છે અને એ સિવાય અન્ય મુક્તિમોક્ષ કાંઈ નથી એ તેઓને મત છે. પ્રથમ પૂર્વમીમાંસાવાદીને મત સક્ષેપથી વિચારીએ. તેઓ વેદવાક્યને પ્રમાણુ ગણે છે, ગુરૂ પણ તેને જ ગણે છે અને સ્વયં સંન્યસ્ત ધારણ કરે છે. મનુષ્ય સર્વજ્ઞ થઈ શકે એ વાતને તેઓ સ્વીકાર કરતા નથી. સૃષ્ટિકર્તા અથવા સર્વદશ કે વીતરાગ એવા સર્વજ્ઞ કેઈ મનુષ્યથી હોવાનું બનવું તદ્દન અસંભવિત છે એમ તેઓ માને છે. એવા પુરૂષના અભાવે તેનું પ્રમાણુ થઈ શકે એવું તે બને જ કેવી રીતે? ઈન્દ્રજાળથી પણ દુનિયામાં અનેક પ્રકારના આડંબર થઈ શકે છે પરંતુ આડંબરના કારણથી અમુક પ્રાણુને ઈશ્વર માનવે એ આ મતના વિચાર પ્રમાણે એક ધૃષ્ટતા જ છે. અભ્યાસથી શુદ્ધિનું તારતમ્ય થાય પણ બુદ્ધિને પરમ પ્રકર્ષ થાય એ તદ્દન અસભવિત હકીકત છે. વેદવાક્ય નિત્ય અને અપૌરૂષય છે એમ તેઓની માન્યતા હોવાથી તેમાં તેઓ યથાર્થત્વની સંભાવના કરે છે. વેદવાક્યને પાઠ કરવાથી ધર્મજિજ્ઞાસા થાય છે. ધર્મસાધન શોધતાં તેનાં નિમિત્તો ક્યાં ક્યાં છે તેને વિચાર થાય છે. અહીં ક્રિયા તરફ પ્રવર્તક વચનને વેદના કહેવામાં આવે છે અને તેરૂપ ધર્મ માનવામાં આવે છે. મતલબ એ છે કે વેદવચનકૃત નદિનાથી ધર્મ જણાય છે જે અતીન્દ્રિય હોવાથી તેને જાણવાનું સાધન જ નદિના છે. આ મતનાં સૂત્રના કરનાર જૈમિનિ