________________
૪૦૮
આનંદઘનજીનાં પદ પર પારને દેનાર એ પારદ શબ્દને અર્થ કરે છે. એ દર્શનમાં મુક્તિ દેહપાત પછી બતાવી છે તે આ મતવાળાને ઈષ્ટ લાગતું નથી, માટે તેઓ કહે છે કે રસ અને રસાયનવડે દેહનું રક્ષણ કરવું. આ શરીરને હર ગોરીની સૃષ્ટિમાં ઉત્પન્ન કરવું એટલે પાર અને અત્રક જે અનુક્રમે હર અને ગૌરીથી ઉત્પન્ન થયેલા છે તેના પાનથી તેની સાથે તાદાસ્ય કરવું. રસપાનથી જીવસૃતરૂપે અનેક મૂનિઓ રસમય શરીર બનાવી સિદ્ધ થયા છે એમ તેઓ માને છે. તેઓ કહે છે કે આ શાસ્ત્ર ધાતવેધ માટે નથી પણ દેહધ દ્વારા મુક્તિ આપવી એ તેનું પરમ પ્રયજન છે. દિવ્ય શરીર નય ત્યાંસુધી મોક્ષ મળ અસંભવિત છે તેથી પારદ રસના જુદા જુદા પ્રકારનાં પાનથી દૃઢ શરીર પ્રાપ્ત કરવું જરૂરનું અત્ર માનવામાં આવે છે. વિદ્યામાત્રનું સ્થાન, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મૂળ શરીર અજરામર થઈ જાય. એને સર્વથી વધારે શ્રેયસ્કર હકીક્ત માની છે. રસરાજ શરીરને અજરામર કરે છે એમ તેઓ માને છે. આ મતવાળા આ લેકમાં જ બ્રહતત્વ પ્રાપ્ત થાય છે એમ માને છે.
આવી રીતે દર્શનકારે આત્માની ઉત્ક્રાન્તિ જૂદી જૂદી રીતે બતાવે છે તે અત્ર શ્રીહરિભદ્રસૂરિકૃત ષદર્શનસમુચય ગ્રથ જેના ઉપર ગુણરત્નસૂરિ મહારાજની સુંદર ટીકા છે અને માધવાચાર્યને સર્વદર્શનસંગ્રહ એ અને ગ્રંથના ભાષાંતરાનુસાર સક્ષેપથી લખેલ છે. એ અતિ વિરતારવાળા વિષયને અતિ સક્ષેપમાં લખતાં બહુ મુશ્કેલી પડી છે છતાં તે બહુ સૂમ દષ્ટિથી જ સમજી શકાય તે વિષય છે અને ખાસ અભ્યાસકને જ તેની પ્રાપ્તિ થાય તેવું છે, તેથી તેમાં ખલના થઈ હોય તે ક્ષતવ્ય ગણવામાં આવશે એટલું અત્ર કહી દેવું પ્રાસંગિક ગણું છું. આત્માને અંગે આવા આવા મતભેદ છેઃ બોદ્ધો ક્ષણિકવાદી છે, મીમાંસકે તેને ઈશ્વર સાથે અભેદ માને છે, સાંખે તેનું વર્તન માન રૂપ પ્રાકૃતિક છે એમ કહે છે, ચાકે તેનું અસ્તિત્વ જ સ્વકારતા નથી, તેમજ નૈયાયિક વૈશેષિક સૃષ્ટિકર્તા અને સંહારકર્તા શિવને માને છે તેમજ પુરાણુ સંપ્રદાચ આત્માને અને જાણી જુદી વાત કરે છે તે સર્વે ઉપર જણાવી છે. એ સર્વમા આત્માનું વ્યક્તિત્વ છેવટે રહેતું નથી, કરેલ શુભ કર્મોનું ફળ અથવા કર્મને નાશ થવા