________________
ચાળીશયું,] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૪૯ પછી અજરામર સ્થિતિની પ્રાપ્તિ નથી તેથી તે આત્મવાદ મને ઈષ્ટ નથી. મને તે પ્રત્યેકઆત્મવાદ જે સર્વજ્ઞ તીર્થકરેએ બતાવ્યું છે અને જેમાં આત્માનું નિત્યનિત્ય સ્વરૂપ બતાવી આત્માને જ કર્મ કરો, હતો માન્ય છે અને કર્મનો નાશ થવાથી જેની મુક્તિ માની છે તથા જેની સુક્ત દશામાં પણ વ્યક્તતા નાશ પામતી નથી એ વાત રૂચે છે. એ વાત મને ન નિક્ષેપ અને ન્યાયની કેટિથી બધબેસતી જણાય છે અને તે વાતમાં આત્માનું વ્યક્તિત્વ રહેતું હેવાથી મારા પતિ તરીકે તેના ઉપર મારે પૂર્ણ ભાવ-રાગ-આકપૈણ થાય છે. અન્ય કલપનાથી મેટું મીઠું થતું નથી, કારણ કે આત્માની હયાતી ન સ્વીકારનારા અથવા તેનું અસ્તિત્વ ન સ્વીકારનારા અને મારા પતિને પરતંત્ર બનાવી દેનારાઓની વાત મને પસંદ આવે તે બનવા જોગ જ નથી. મારા પતિ વગર જે વાતચીત ગોષ્ટિ થાય છે તે જગલમાં રૂદન કરવા જેવી નકામી છે, અને તેના ઉપર જરા પણ પ્રીતિ થતી નથી અને કેઈ સાધારણ સ્ત્રીને પણ પતિની એવી દશા થતી જેવી ગમે એ હું માની શકતી નથી. જે આત્માનું વ્યક્તિત્વ રહેતું જ ન હોય તે પછી સર્વ ક્રિયાઓ કરી તેને પ્રકૃતિ-કર્મ આદિથી મૂકાવવાની જરૂર શું છે? શાને માટે કરવું? કેને માટે કરવું? જે કરણીનું ફળ આત્માના અન્યમાં લય થવામાં આવે તે કરણી નકામી છે, ઉપગ વગરની છે, શક્તિને નકામો વ્યય બતાવનાર છે. આવી ક્રિયાઓ ટુંકમાં કહીએ તે વર વગરની જાન જેવી છે. જેઓ આત્માને માનતા નથી તે મત તે મને ઈટ નથી જ, પણ જેઓ તેની હયાતી સ્વીકારે છે તેઓ પણ તેને છેવટે લય અથવા વ્યક્તિત્વનાશ માને તે તે વાત પણ કઈ રીતે મને પસંદ આવતી નથી. આ પ્રમાણે શુદ્ધ ચેતના કહે છે તે પતિપરાયણ સતી સ્ત્રીને ઉચિત છે, એ સમજે છે કે એનું શુદ્ધ ચેતનવ પ્રગટ કરવા જતાં આખરે ચેતનજી એક વ્યક્તિ તરીકે સર્વથા નાશ પામી જશે ત્યારે પછી એવી ક્રિયા કરવામાં સાળી સ્ત્રી કેમ ઉદ્યમ કરે કે જે કરવાથી પતિ સર્વથા નામનિશાન વગરના થઈ જાય.
જૈન મતમાં મોક્ષનું સ્વરૂપ બતાવતાં કહે છે કે શરીર, ઇન્દ્રિય, આયુષ્ય, ગ-એ બાહ્ય પ્રાણુ, પુણ્ય, અપુણ્ય વર્ણ, ગંધ, રસ,