________________
ચાળીશમુ.] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૪૦૩ માનતા નથી પણ જ્ઞાનના અભાવરૂપ માને છે અને જ્ઞાનને આત્માને ગુણ ગણે છે. ભક્તવત્સલ ભગવાનની પાંચ પ્રકારની ઉપાસનાથી થયેલા વિજ્ઞાનવડે દષ્ટા અને દર્શનને ભેદ જતો રહે છે અને તે વખતે ભગવાન પિતાના ઉપાસકોને સ્વપદ આપે છે. વિપશુપદની પ્રાપ્તિને ઉપાય ભક્તિ છે અને તે વિવેકથી સિદ્ધ થાય છે. જીવાત્માને આ પથવાળા એકાત, નિત્ય, અજ, શાશ્વત અને પુરાણ માને છે, પણ તેને બહુ સૂદમ સમજવામાં આવે છે, વાળના અગ્ર ભાગથી પણ સૂક્ષ્મ સમજે છે અને શરીરપ્રમાણુ આત્મા માનનાર મતનું આ સંપ્રદાયવાળા ખંડન કરે છે. આ સંપ્રદાય જ્ઞાન અને કર્મ યેગથી ભક્તિપૂર્વક બ્રહ્મપ્રાપ્તિને માનનાર છે. ચિત્ અને અચિત અને બ્રહ્મના પ્રકાર સમજવામાં આવે છે તેથી વસ્તુતઃ તેઓ ભેદભેદનું ગ્રહણ કરે છે. બ્રહ્મનું સર્વ શરીર છે એમ સમજે છે તેથી અભેદનું ગ્રહણ કરે છે. ચિઠ્ઠ અચિદ અને ઈશ્વરના સ્વરૂપવભાવના વિલક્ષણ્યને લીધે તેઓના અસંકરપણુથી ભેદનું ગ્રહણ કરે છે. જીવાત્માને નિર્મળ જ્ઞાનરૂપ ગણે છે પણ અનાદિ કર્મરૂપ અવિઘાથી તે વેણિત હોવાને લીધે જૂદા જૂદા કમોનુસાર જ્ઞાનને સંકેચ વિકેચ થયા કરે છે એમ માને છે. અભિગમન (દેવમંદિરના માર્ગને વાળ), ઉપાદાન (ચકન પુષ્પાદિ પૂજાના સાધન સંપાદન કરવાં), ઈજ્યા (પૂજન), વાધ્યાય (મત્રને જાપ) અને ચાગ (ધ્યાન) એ પાંચ પ્રકારની ઉપાસનાવડે એકઠા કરેલા જ્ઞાનથી દષ્ટા અને દર્શનને નાશ થતાં ભગવાન પિતાના ભક્તને નિરવધિક અનત ગુણવાળું સ્વપદ આપે છે.
પુરાણદર્શનેના વૈષ્ણવ વિભાગમાં બીજે માધવી સંપ્રદાય આવે છે. તે બ્રહ્મ સંપ્રદાય અથવા પૂણપ્રજ્ઞ સંપ્રદાયના નામથી ઓળખાય છે. આનંદતીર્થને આ સંપ્રદાય બારમા શતકમાં નીકળ્યા છે એમ કહેવાય છે. એ મતવાળા ઊર્ધ્વપુડુ પીચંદનનું કરે છે, વચ્ચે બાળેલા સેપારીની ઊભી લીટિ કરે છે અને તેની નીચે હળદરને ચાંદલો કરે છે, હાથ ઉપર શંખ ચક્રની તમ મુદ્રાઓ કરાવે છે, નારાયણને તેઓ પર પ્રહા માને છે અને આ સર્વ જગત તેમના શરીરમાંથી ઉત્પન્ન થયું છે એમ સમજે છે. આ મત હૈતવાદી છે. સ્વતંત્ર અને અસ્વતંત્ર એવાં બે તત્વ માને છે. ભગવાન વિષણુ સ્વતત્ર, નિદોષ અને અશેષ