________________
[ પદ
૪૦૨
આનંદઘનજીના પદે. વૈશેષિક અને જૈમિનીયને ગણવે છે. જૈમિનીય દર્શનમાં પૂર્વમીમાંસાનું સ્વરૂપ જ તેઓ બતાવે છે, વેદાન્ત અથવા ઉત્તરમીમાંસાના સબંધમાં ટીકામાં સહજ સૂચના માત્ર જ છે એથી શાંકર મતને પ્રસાર હરિભદ્રસૂરિના વખતમાં બહુ સંભવ નથી. તે સાધારણ રીતે પ્રવર્તતો હોવાથી તેનું ખડન શાસ્ત્રવાતસમુચયમાં વિસ્તારથી કર્યું છે. બીજા પુરાણુધર્મોના મુખ્ય ચાર ભેદ છે: શૈવ, વૈષ્ણવ, શાક્ત અને પ્રચૂર્ણ. શૈવ સંપ્રદાયમાં પાશુપત, શૈવ, પ્રત્યભિ અને રસેશ્વર એ ચાર સંપ્રદાય છે અને વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રીસંપ્રદાય અને માથ્વી સંપ્રદાય એવા બે વિભાગ છે. એ ઉપરાંત રૂદ્ર સનકાદિ સંપ્રદાય પણ વૈષ્ણવ મતમાં ચાલે છે. શાક્ત સંપ્રદાયવાળા શક્તિની ઉપાસના કરે છે. એના દક્ષિણ અને વામ માર્ગ એમ બે સંપ્રદાય છે. એમાં ધર્મ અને ઉપાસનાને નામે અનેક દુરાચાર પણ ચાલે છે. પ્રચૂર્ણ સંપ્રદાયમાં ગાણુપત્ય, સૌર૫ત્ય વિગેરે આવે છે. એ સર્વ વિભાગ સર્વદર્શનસંગ્રહ ગ્રથમા માધવાચાર્ય પાડેલા છે.. | દર્શનધમાં સંબધી વિવેચન આપણે સંક્ષેપમાં ઉપર જોઈ ગયા. તેવી જ રીતે પુરાણુધમાંનું સ્વરૂપ સંક્ષેપમાં જોઈ જઈએ એટલે તેને પણ સહજ ખ્યાલ રહે. રામાનુજ સંપ્રદાયને શ્રીસંપ્રદાય પણું કહેવામાં આવે છે. તેને અનુસરનારા લક્ષમી અને વિષનું પૂજન કરે છે, કપાળમાં ઊર્વ jડ કરે છે અને વચ્ચે કંકુની ઊભી લીંટિ કરે છે. રામાનદી પથ આ સંપ્રદાયને છે અને કબીર, નાનક, દાદું વિગેરે પણ આ પથમાથી જ નીકળ્યા છે. આ પંથવાળા વિષ્ણુ અથવા વાસુદેવને બ્રહ્મ કહે છે, તેને જગતનું ઉપાદાન અને નિમિત્ત કારણ માને છે, તે જગથી ભિન્ન નથી પણ તેના નિયામક છે અને સ્વયં સગુણ છે, કારણરૂપ બ્રહામાંથી કાર્યરૂપ જગત થાય છે એવી તેમની માન્યતા હોવાને લીધે અને જગકારણ બ્રહ્મ સગુણ માનતા હોવાને લીધે આ મત વિશિષ્ટ અદ્વૈત કહેવાય છે. પss વધુ ચા એ સૂત્રપર તેઓ માન્યતા રાખે છે. ભાગ્ય, ભક્તા અને નિયામક અથવા ચિત, અચિત અને ઈશ્વર એ ત્રણ તવ આ સંપ્રદાયવાળા માને છે. કેવળ અદ્વૈતવાદીઓ જે અવિદ્યાને સ્વીકાર કરે છે તે આ વિશિષ્ટ અદ્વૈતવાળાઓ સ્વીકારતા નથી. તેઓ અજ્ઞાનને અનાદિ અભાવરૂપ