________________
४००
આનંદઘનજીના પદે,
[પદ છે. તેને તેઓ સ્વતઃ પ્રમાણ માને છે. વેદનું અપૌરૂષયત્વ અત્ર શબ્દના નિત્યતને આધારે સિદ્ધ કરવામાં આવે છે. વેદની અંદર આવેલાં કર્મકાંડનાં જુદાં જુદા વાની પૂર્વાપર સંગતિ જણાવવી એ આ દર્શનનું મુખ્ય પ્રોજન છે.
ઉત્તરમીમાંસામાં શાંકર વેદાન્ત દર્શનનો સમાવેશ થાય છે. એ પૂર્વમીમાંસાની અપેક્ષાએ નૂતન દર્શન છે. ર ર એ સૂત્રપર એ દર્શનને મુખ્ય આધાર છે, સર્વ બ્રહામય જગતું માને છે, પદાર્થનું અન્ય રૂપ માયાકૃત છે એમ કહે છે, માયાથી બ્રહ્માસ્વરૂપ પણ જણાતું નથી એમ માને છે, આત્માનું પૂર્ણ બ્રહ્મત્વ પ્રગટ કરી પરબ્રહ્મમાં તેને લય કરી દે એ તેની મુક્તિ સમજવામાં આવે છે. આત્માની મુક્તિ થયા પછી તેનું વ્યક્તિત્વ કેઈ પણ પ્રકારનું રહેતું નથી એ આ દર્શનને મત છે. એ અતિ મતના નામથી પ્રસિદ્ધ છે.
ચાવાક અથવા લેકાયત મતવાળાને બાર્હસ્પત્ય એવું નામ પણ આપવામાં આવે છે. આ મતવાળા નાસ્તિક છે. પૃથ્વી, અપૂ, તેજ અને વાયુ એ ચાર ભૂતાત્મક જગત્ માને છે. આ ચાર અથવા કોઈના મત પ્રમાણે આકાશ સાથે પાંચ ભૂતના સંગથી સ્વાભાવિક રીતે ચૈતન્યશક્તિ પેદા થાય છે. શરીરથી ચૈતન્યશક્તિને ભિશ માનતા નથી. તેઓ કહે છે કે જીવનથી, નિવૃત્તિ નથી, ધર્મ નથી, અધર્મ નથી, પુણ્ય પાપનું ફળ નથી, માતા વિગેરે અગમ્ય પ્રતિ પણ ગમન કરે છે, વરસમાં એક દિવસ સર્વ ચાવા એકઠા થઈ ગમે તે સ્ત્રી સાથે વ્યવહાર કરે છે, પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે અને આ શરીરે ભગવાય તેટલું સુખ ભોગવી લેવાની ભલામણ કરે છે, ઇકિયગાચર જગને જ માને છે, પરલેક કે મોક્ષ પ્રત્યક્ષ ન હોવાથી તેની હત્યાતી જ સ્વીકારતા નથી. તેઓ માને છે કે અસ્કૃષ્ટ અનાસ્વાદિત અનાઘાત અદષ્ટ અને અશ્રુત એવા જીવાદિકનો આદર કરી જે લોક વર્ગ અપવર્ગાદિ સુખની લિપ્સાથી છેતરાઈ શિવેદના મુંડન તપશ્ચરણ વિગેરે કરી જન્મ વ્યર્થ કરે છે તે મહામહમાં ભમે છે, અગ્નિહત્રિાદિ કર્મ તે માત્ર બાળકીડા છે, એ બુદ્ધિ અને પુરૂષત્વ વગરના લેકેની આજીવિકા છે. તેઓ કહે છે કે સ્વર્ગ પણ નથી, મોક્ષ પણ નથી, પરલેકગામી આત્મા પણ નથી, છવાય ત્યા સુધી જીવવું,