________________
આનંદઘનજીનાં પદે.
[પદ ઈશ્વરપ્રણિધાનને ક્રિયાગ કહેવામાં આવે છે. ફળની ઈચ્છા રાખ્યા વગર આ કિયાગ કરવાની આજ્ઞા છે. અહીં ચગનાં આઠ અંગપર વિવેચન કરવામાં આવે છે જેનું સામાન્ય સ્વરૂપ આપણે છઠ્ઠ પદમાં જેઠું છે. યમ, નિયમાદિ પ્રથમનાં પાંચ ગાગ મધ્યમ અધિકારી માટે છે. એ અષ્ટાંગ યેગનું આદરથી નિરંતર અને દીર્ઘ કાળ સુધી અનુષ્ઠાન કરવાથી સમાધિ વિરોધી લેશન ક્ષય થતાં અભ્યાસ અને વૈરાગ્યે કરી મધુમતી આદિ સમાધિની પ્રાપ્તિ થાય છે. એ મધુમતી સમાધિ એ સતંભરા પ્રજ્ઞાની સિદ્ધિ છે. આવી સિદ્ધિઓથી અમુક સત્ય જ્ઞાનાદિ પ્રાપ્ત થાય છે. એના પ્રત્યેક બિંદુમાં રસ હોય છે તેથી તેને મધુપ્રતિક કહેવામાં આવે છે. પછી વિવેકજ્ઞાન થાય છે તેમાં સર્વ ભાવને શાંત, ઉદિત કે અવ્યપરિશ્ય ગણવામાં આવે છે. સર્વ વૃત્તિને અસ્ત થતાં પર વૈરાગ્યને આશ્રય કરનાર લેશને નિરોધ કરવાને સમર્થ એવી નિર્મજ સંરકારશેષતાને અસંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. મનના લય સાથે કલેશના બીજને પણ લય થઈ જાય છે, વિજ્ઞાનના પરિપાકને લીધે કાર્ય કારણમક સર્વ વરતુને પ્રધાનમાં લય થાય છે અને બુદ્ધિ અને સત્તાના સંબંધથી રહિત થઈ વિલ્યને પામે છે. આ પાતંજળ ગમતને મેક્ષ છે.
વૈશેષિક દરીનના સ્થાપનાર કJદ છે, એનું બીજું નામ કણભક્ષ પણ કહેવાય છે. તે મતમાં કહ્યું એટલે પરમાણુને કારણુ માનવામાં આવે છે. આ દર્શનના દેવતા લિંગ વેષાદિ તૈયાયિકને મળતા હોય છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય અને કેટલાક અભાવ એ સાતને પદાર્થ માને છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ, અંતરિક્ષ, કાલ, દિગ, આત્મા અને મને એમ નવ પ્રકારનાં દ્રવ્ય માને છે. ગુણ ચાવીશ પ્રકારના છે સામાન્ય, વિશેષ અને સમવાયનું બહુ લંબાણથી આ દર્શનના ગ્રંથમાં વિવેચન આપવામાં આવે છે. સામાન્ય એટલે જાતિ. વિશેષ એકસરખા દ્રવ્યને અન્ય દ્રવ્યમાંથી જવું સ્પષ્ટપણે પાડી આપે છે કર્મ ક્યિારૂપ છે અને દ્રવ્યમાં અંત્યવિશેષ સંબંધ બતાવનાર આધાર આધેયભૂત સંબંધના પ્રત્યાયના હેતુને સમવાય કહેવામાં આવે છે. તદુમાં પટ છે એવા પ્રત્યયના હેતુરૂપ અસાધારણ કારણને સમવાય કહેવામાં આવે છે. અભાવ ચાર પ્રકારના ગણવામાં