________________
૨૯૭
ચાળીશમું.] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. નામ અંત:કરણ છે એને ચિત્તના ધર્મ તરીકે માનવામાં આવે છે તેને નિરાધ કરવાનું છે. પુરૂષનું નિર્મળ સર્વ સદા સ્થિત રહે છે. જે જે પદાર્થો ઉપર તે ઉપરક્ત થાય છે તે તે દૃશ્ય પદાર્થની તેના ઉપર છાયા પડે છે છતાં સ્વત. તે નિસંગ રહે છે, મતલબ કે તે અપરિણમી છે. ચિશક્તિ પરિણમી છે. ચિત્તની અસ્થિરતા સ્વાભાવિક હોય છે અથવા વ્યાધિ આદિ જન્ય હોય છે. ચિત્તની ક્ષિપ્ત અવસ્થાને તજવા ગ્ય (હિય) ગણવામાં આવી છે. એકાગ્ર અને નિરૂદ્ધ અવસ્થાને ઉપાદેય ગણવામાં આવી છે. એકાગ્ર અવસ્થામાં એક વસ્તુમાં એક્તાન થાય છે અને જે અવસ્થામાં સર્વ વૃત્તિઓને નિધિ થઈ સસ્કારશેષ રહે છે તેને નિરૂદ્ધાવસથા કહેવામાં આવે છે. સમાધિના બે પ્રકાર છેઃ સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત, એકાગ્રચિત્તમાં બાહ્ય વિષયવાળી પ્રમાણાદિ વૃત્તિઓના નિરોધને પ્રથમ સંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. એ સંપ્રજ્ઞાત સમાધિના વળી સવિચાર, અવિચાર, સાનંદ અને સાસ્મિત એવા ચાર પ્રકાર છે. ભાવ્ય પદાર્થમાં ચિત્તને ફરી ફરીને નિવેશન કરવું અને અન્ય સર્વનો પરિહાર કર એનું નામ ભાવના અથવા સમાધિ છે. સર્વ વૃત્તિએના નિધને અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. કલેશ, કર્મવિપાક અને આશયને જેમાં અટકાવ થાય એવા ચિત્તવૃત્તિના નિધિને રોગ કહેવામાં આવે છે. લેશ પાંચ પ્રકારના છે. અનિત્ય, અશુચિ, દુખ અને અનાત્મમાં અનુક્રમે નિત્યત્વ, શચિત્વ, સુખત્વ અને આત્મત્વની પ્રતીતિ કરવી એ પ્રથમ અવિદ્યા નામક કલેશ છે.
અને દર્શનશક્તિના એકાત્મતત્વનું અભિમાન તે અમિતા. સુખને જાણનારની સુખના મરણપૂર્વક સુખનાં સાધનામાં તુણાપૂર્વક ઈચ્છા તે રાગ. દુઃખને જાણનારની દુઃખના સ્મરણપૂર્વક દુખનાં સાધનામાં નિંદબુદ્ધિ તે દ્વેષ. શરીર અને વિષને મને વિયેગ ન થાય તે સારું એ પ્રકારનો નિમિત્ત વગર પ્રવર્તનારે ભયક્લેશ તે પાંચમે અભિનિવેશ. આ પાંચ પ્રકારના કલેશ સંસારમાં પ્રવૃત્તિ કરાવે છે અને સાંસારિક સુખના હેતુ થઈને પુરૂષને પીડે છે. વૃત્તિનો નિરાધ અભ્યાસ અને વૈરાગ્યથી થાય છે. એનાં સાધનેમાં પ્રથમ કિયાગની જરૂરીઆત એગદર્શન બતાવે છે. તપ, સ્વાધ્યાય અને