________________
[ પદ
૪૦૪
આનંદધનનાં પદો. સદણ યુક્ત છે. આ મતવાળા ઈશ્વર અને મનુષ્યમાં ભેદ સ્પષ્ટ રીતે જાએ છે. ઈશ્વર મનુષ્યના પ્રતિ સેવ્ય છે અને ચાકરથી રાજ જેમ ભિન્ન છે તેમ ઈશ્વર મનુષ્યથી ભિન્ન છે. અંકન, નામકરણ અને ભજન એ ત્રણ પ્રકારની સેવા તેઓ બતાવે છે. શરીરપર નારાયણનાં આયુધો અકાવવાં તે પ્રથમ, પુત્રનું પ્રભુનામસ્મરણાર્થે કેશવાદિ નામ પાડવું તે દ્વિતીય અને વાણીથી સત્ય બોલવું, શરીરવડે દાનાદિ કરવાં અને મનવડે દયા શ્રદ્ધા પૃહા રાખવી એ તૃતીય સેવાભેદ છે. માયાને આશ્રય લઈ Àતને જે કલ્પિત ગણે છે તેમનું આ પંથવાળા ઘણી વેદની ઉક્તિઓથી ખંડન કરે છે. વિશ્વઉત્પત્તિલયન ભેદપ્રપંચ તેઓ અનાદિ માને છે. એ લેપ્રપંચ પાંચ પ્રકારના છે. જીવ અને ઈશ્વરને ભેદ, જડ અને ઈશ્વરને ભેદ, જીને પરરપર ભેદ, જડ અને જીવને ભેદ અને જહનો પરસ્પર ભેદ. આ પંચભેદને નાશ પણ નથી અને તે ભેદ બ્રાંતિકલ્પિત પણ નથી, તે સત્ય છે અને અનાદિ છે. માટે આ મતવાળા કહે છે કે દ્વૈત જણાતું નથી એ અજ્ઞાનીનું મત છે. મોક્ષને આ મતવાળા સર્વ પુરૂષાર્થમાં ઉત્તમ ગણે છે અને તે વિષ્ણુના પ્રસાદ વગર મળતું નથી એમ કહે છે. આ પ્રસાદ ગુત્કર્ષના જ્ઞાનથી થાય છે, અભેદ જ્ઞાનથી થતું નથી. સર્વ ગુણથી પૂર્ણ વિશુને જાણી મનુષ્ય સંસારથી મુક્ત થાય છે અને નિત્ય દુખ રહિત આનંદને ભગવતે તેની સમીપ આનંદથી રહે છે. સુક્તને આશ્રય શ્રીવિષ્ણુ છે. શંકરના અત મતથી આ મત સર્વશે વિરૂદ્ધ જણાય છે.
વલ્લભાચાર્યને પુષ્ટિમાર્ગ પ્રેમભક્તિના સિદ્ધાંતને સુખ્યત્વે કરીને માન આપે છે. આ સંપ્રદાયવાળા વિપશુના કૃષ્ણ અવતારને સંપૂર્ણ અવતાર માને છે અને તેમાં પણ તેઓનાં ગોકુળવાસનાં અગ્યાર વરસ અને છ માસ સર્વોત્તમ માને છે. ગેલેકના મધ્યમાં મેઘ જેવા શ્યામ શ્રી બાલકૃષ્ણ હાથમાં વીણા લઈ અખંડ રાસ રમ્યા કરે છે. અખંડ સચરાચર વિશ્વની ઉત્પત્તિ શ્રીકથી માનવામાં આવે છે. સર્વ વિશ્વની શ્રી બાલકૃષ્ણમાંથી ઉત્પત્તિ માનવામાં આવે છે તેથી આ મત અદ્વૈત છે અને પુષ્ટિસંપ્રદાયવાળા તેને શુદ્ધ અદ્વૈત મત કહે છે. જીવને બ્રહ્મ સાથે સંબધ માનવામાં આવે છે અને જીવને