________________
૩૯૪ આનદધનજીના પદે
[પદ સાંખ્યમતાવલંબીઓ કેટલાક નિરીશ્વરવાદને માને છે અને કેટલાક ઈશ્વરને માને છે. તત્ત્વવ્યવસ્થા બનેની સમાન છે. દુખ ત્રણ પ્રકારનાં માને છે. આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. આધ્યાત્મિક દુઃખ બે પ્રકારનું હોય છે. શારીર અને માનસ. શરીરમાં જવર, અતિસારાદિ વ્યાધિ થાય તે શારીરિક દુઃખ અને કામ ફોધ લેભાદિ તે માનસ (ખ. આ સર્વ આતર ઉપાયથી સાધ્ય હોવાને લીધે આધ્યાત્મિક દુખ કહેવાય છે. બાહ્ય ઉપાયથી સાધ્ય દુખ બે પ્રકારનું છેઃ યક્ષ રાક્ષસ ગ્રહાદિના આવેશથી થયેલું દુઃખ તે આધિદૈવિક અને મનુષ્ય પશુ સર્પાદિથી થયેલું તે આધિભૌતિક આ ત્રણ પ્રકારનાં દુખથી બુદ્ધિમાં રહેલા રજપરિણામના ભેદથી પ્રાણુને પીડા થાય છે અને દુખ ટાળવા તત્ત્વજિજ્ઞાસા ઉદ્દભવે છે. એ તવ પચીશ છે. સત્વ, રજસ્ અને તમસની સમાવસ્થાને પ્રકૃતિ કહે છે અને તેનું બીજું નામ પ્રધાન પણ કહેવાય છે. એ પ્રકૃતિ નિત્ય છે, અયુત છે, અનુત્પન્ન છે, થિર છે અને કદાપિ વિકારને પામતી નથી. સુષ્ટિકમ સાગમતાનુસાર આ પ્રમાણે છે. એ પ્રકૃતિમાંથી બુદ્ધિ પેદા થાય છે. એને વિષય નિશ્ચયરૂપા સમજવી. એનું નામ “મહાન પણ કહેવાય છે. એ બુદ્ધિથી હું સુભગ છું, સુંદર છું વિગેરેરૂપ અભિમાન પેદા થાય છે, એ અભિમાનમાંથી સળને સમૂહ પદા થાય છે. સ્પર્શન, રસન, વ્રણ, ચક્ષુ, ત્રએ પાંચ બુટીન્દ્રિય પાયુ, ઉપસ્થ, વાકપાણિ અને પાદ એ પાંચ કર્મેન્દ્રિય અને મન તથા પાચ તમાત્રા એમળ ઉત્પન્ન થાય છે. સૂલમરૂપ પાંચે ઈનુિં અવસ્થાપન તેતન્યાત્રા કહેવાય છે. એ પાચ સૂક્ષમતન્માત્રાથી પાંચ ભૂત પેદા થાય છે: રૂપથી તેજ, રસથી જળ, ગંધથી ભૂમિ, શબ્દથી આકાશ અને સ્પશથી વાયુ, આવી રીતે બુદ્ધિ, અહંકાર, પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન, પાચ તન્માત્રા અને પચબૂતરૂપ ચાવીશ તવ થયાં અને તે સર્વથી અન્ય, અકર્તા, વિગુણ,ભક્તા એવું પુરુષતત્વ પચીશમ્ છે. આમાં પ્રકૃતિ કોઈને વિકાર નથી, બુદ્ધિ, અહંકાર અને પાંચ કાનેંદ્રિય પ્રકૃતિવિકૃતિ છે, બાકીના સેળ વિકૃતિ છે અને પુરૂષ પ્રકૃતિ પણ નથી અને વિકૃતિ પણ નથી. તન્માત્રામાં ભૂત લય પામે છે, તન્માત્રા મહતમાં લય પામે છે, મહત પ્રકૃતિમાં લય પામે છે