________________
ચાળીશમુ ] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૩૯૩ એમ નથી કે તત્ત્વજ્ઞાન થતાં જ નિયસ પ્રાપ્તિ થાય છે પણ વાત એમ છે કે તત્વજ્ઞાનથી દુઃખ, જન્મ, પ્રવૃત્તિ, દેાષ અને મિથ્યા જ્ઞાનને નાશ થાય છે. એમાં પ્રથમ છેલ્લા અને ત્યાર પછી ઉત્તરોત્તર તેની આગળનાને નાશ થાય છે. મિથ્યા જ્ઞાન એટલે દેહાદિ અનાત્મ વસ્તુમાં આત્મબુદ્ધિ. આ દેહાદિમાં રહેલી આત્મબુદ્ધિના પિતાના અનુકૂળ પદાર્થો ઉપર રાગ અને પ્રતિકૂળ પદાર્થ ઉપર દ્વેષ તથા મેહ એ દે છે. રાગાદિ દેષ પરસ્પર અનુબંધી હોવાથી મેહને પામેલ પ્રાણું રોગયુક્ત થાય છે અને શગી મોહ પામે છે, વરતુતઃ આત્માને અનુકૂળ પ્રતિકૂળ કાઈનથી. આ દેથી પ્રેરિત પ્રાણ પ્રતિષિદ્ધ આચરણ કરી પાપપ્રવૃત્તિ કરે છે અને અધર્મને લાવે છે અથવા દાન રક્ષણ સત્યાદિ આચરણ કરી પુણ્યપ્રવૃત્તિ દ્વારા ધર્મને લાવે છે. આ ઉભયરૂપ પ્રવૃત્તિ પ્રશરત અપ્રશસ્ત જન્મ ઉત્પન્ન કરે છે અને ત્યાં શરીરાદિ દ્વારા પ્રતિકૂળ વેદનીયતાવાળુ વાસનાત્મક દુઃખ ઉત્પન્ન થાય છે. મિથ્યા જ્ઞાનથી દુખ સુધીના દે અવિચ્છિન્ન પ્રવૃત્તિવાળા છે અને તે જ સંસાર છે અને તે ઘટીચકની પેઠે નિરવધિ અનુવર્તન કરે છે. કેઈ સદુ પદેશ દ્વારા જ્યારે પ્રાણીને જણાય છે કે આ સર્વ હેય છે ત્યારે તેને નિર્વહન કરનાર અવિદ્યાદિની નિવૃત્તિ કરવા તે ઈરછે છે. તેની નિવૃત્તિને ઉપાય તત્ત્વજ્ઞાન છે. ચાર વિદ્યામાં વિભક્ત પ્રમેયની ભાવના કરનારને તે તત્વજ્ઞાન જેને સમ્યગદર્શન કહે છે તે થાય છે, એનાથી મિથ્યા જ્ઞાનને નાશ થાય છે, એને નાશ થતાં દોને નાશ થાય છે, તેથી પ્રવૃત્તિને નાશ થાય છે, પ્રવૃત્તિનાશથી જન્મને નાશ થાય છે અને જન્મને નાશ થતાં આત્યંતિકી હુખનિવૃત્તિ થાય છે. આ આત્યંતિકી દુખનિવૃત્તિ તે અપવર્ગ આ દર્શનવાળા સેળ તત્ત્વ માને છે. વૈશેષિક અને નૈયાયિક વચ્ચે તત્વ સબધી મતભેદ છે, તથાપિ અન્ય તત્તવાતભવ થઈ શકવાને લીધે બહુ થોડા જ અતર રહે છે અને તેથી તે ઉભયના મત તુલ્ય છે. આ દર્શનમાં દુખની નિવૃત્તિને જ મેક્ષ માનવામાં આવે છે, અખંડ જ્ઞાન અને સુખની પ્રાપ્તિને સ્વીકાર કરવામાં આવતું નથી. જગત દ્વારા અનુમાનથી ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને એક્ષપ્રાપ્તિ માટે ઈશ્વરપ્રસાદને આવશ્યક માનવામાં આવે છે.
જેનેનું સમ્યગ્દર્શન આનાથી તદ્દન પૃથ છે